નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) ચંદ્રયાન-3 ના રોવર પ્રજ્ઞાન અંગે મંગળવારે નવું અપડેટ ઇશ્યું કર્યું છે. જેમાં જણાવાયું છે કે, રોવર ઝડપથી ચંદ્રના નવા રહસ્યોને ઉજાગર કરશે. ચંદ્રયાન-3 ના અધિકારીક એક્સ હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યું હતું. નમસ્કાર પૃથ્વીવાસીઓ! આ #Chandrayaan3 નું પ્રજ્ઞાન રોવર છે. હું આશા કરુ છું કે, તમે બધા સલામત હશો. તમને બધાને જણાવવા માંગુ છું કે, હું ચંદ્રમાના રહસ્યોદ્ધાટન કરવાના રસ્તે છું. હું અને મારો દોસ્ત વિક્રમ લેન્ડર એકબીજાના સંપર્કમાં છીએ. અમે યોગ્ય રીતે કામ કરી રહ્યા છીએ. અમારુ બેસ્ટ ખુબ જ ઝડપથી આવવાનું છે.
ADVERTISEMENT
રોવર-પ્રક્ષાન બંન્ને ખુબ જ સારી રીતે કામ કરી રહ્યા છે
આ પહેલા સોમવારે ઇસરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશન અંતર્ગત મોકલાયેલું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર 4 મીટર વ્યાસના ખાડા નજીક પહોંચી ગયું, ત્યાર બાદ તેને પાછળ જવાનો નિર્દેશ આપ્યો હતો. ISRO એ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહ્યું કે, આ હવે સુરક્ષીત રીતે નવા રુટ પર આગળ વધી રહ્યું છે. અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે, 27 ઓગસ્ટે રવિવારે 4 મીટર વ્યાસના ખાડા નજીક પહોંચી ગયું, જે તેની સ્થિતિમાં 3 મીટર આગળ હતું. તેને જોતા રોવરને પાછળ હટવાનો નિર્દેશ આપ્યો હતો.
ચંદ્ર પર તાપમાનની ભિન્નતાનો ગ્રાફ ઝીરો
ઇસરોએ ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરની સાથે લાગેલી ચેસ્ટ ઉપકરણ તરફથી ચંદ્રની સપાટી પર માપવામાં આવેલા તાપમાનની ભિન્નતાનો ગ્રાફ રવિવારે જાહેર કર્યો હતો. અંતરિક્ષ એજન્સી અનુસાર ચંદ્ર સરફેસ થર્મો ફિઝિકલ એક્સપરિમેન્ટ ચંદ્રમાની સપાટીના તાપીય વ્યવહારને સમજવા માટે દક્ષિણી ધ્રુવની આસપાસ ચંદ્ર પર માટીનું તાપમાન આલેખ માપ્યું. ચંદ્રની સપાટીના તાપીય વ્યવહારને સમજવા માટે ચેસ્ટે ધ્રુવના ચારે તરફ ચંદ્ર પર માટીના તાપમાન પ્રલેખને માપ્યું હતું. પેલોડમાં તાપમાન માપવાનું એક યંત્ર લાગેલું છે. જે સપાટીની નીચે 10 સેન્ટીમીટરની ઉંડાઇ સુધી પહોંચવા માટે સક્ષમ છે.
ADVERTISEMENT