Himachal Pradesh Weather Forecast : હિમાચલમાં જોરદાર બરફવર્ષાથી અનેક રસ્તાઓ બંધ થઇ ચુક્યા છે. લાહોલ-સ્પીતિના લિંડૂર ગામમાં ભૂસ્ખલન બાદ અનેક ઘરોમાં તિરાડો પડી હતી. હિમાચલ પ્રદેશમાં જોરદાર વરસાદથી સ્થિતિ ખરાબ થઇ ચુકી છે. હિમાચલ પ્રદેશના જનજાતીય જિલ્લાઓમાં મંગળવારે પણ બરફવર્ષા ચાલી રહી છે. ધર્મશાળામાં ધોલાધારના પહાડો જ્યારે રોહતાંગ પાસ, બારાલાચા, શિંકુલા પાસ સહિત કિન્નોર, લાહોલ અને કુલ્લૂ ચંબામાં બરફવર્ષા શરૂ થઇ છે. તેના કારણે મનાલી-લેહ રાજમાર્ગ સહિત ત્રણ નેશનલ હાઇવે બંધ થઇ ચુક્યા છે.
ADVERTISEMENT
લાહોલ-સ્પીતિમાં અનેક મકાનની દિવાલો પડી ગઇ
લાહોલ-સ્પીતિના લિંડૂર ગામમાં ભૂસ્ખલનથી એક ઘરની દિવાલ પડી ગઇ જ્યારે અનેક ઘરોમાં તિરાડો પડી છે. મંડી-કુલ્લૂ નેશનલ હાઇવે પર સફર જોખમપુર્ણ થઇ ચુકી છે. અનેક સ્થળો પર પહાડો તુટી પડ્યા છે. છ માઇલ અને 9 માઇલના કેટલાક વિસ્તારોમાં મોટી દુર્ઘટનાની સંભાવના છે.
ઉનામાં બટાકાનો પાક ખરાબ થઇ ગયો
ઉનામાં બટાકાનો પાક ખરાબ થવાનો અંદેશો છે. બીજી તરફ બરફ પડવાને કારણે દારચાથી આગળ મનાલી-લેહ માર્ગને મંગળવારે સવારે અડધા કલાક માટે ખોલવામાં આવ્યો. આ દરમિયાન મનાલીથી ગયેલા 80 વાહનોને મનાલી અને સરચૂથી મનાલી માટે 12 ગાડીઓ આવી. બીઆરઓએ માર્ગ પણ ખોલ્યો હતો, ત્યાર બાદ દારચા પોલીસ ચોકીથી વાહનોને લેહ માટે રવાના કરવામાં આવ્યા. આ વાહનોને અહીં હવામાનની સ્થિતિને જોતા અટકાવી દેવાયા હતા.
મોટાભાગના પહાડી વિસ્તારોમાં ઠંડી શરૂ
સમાચાર એજન્સી પીટીઆઇના રિપોર્ટ અનુસાર હિમાચલ પ્રદેશના આદિવાસી અને ઉંચાઇવાલા પહાડી વિસ્તારમાં મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધી બરફવર્ષા સમાપ્ત થઇ. ગત્ત 24 કલાકની અવધિ દરમિયાન સામાન્ય બરફવર્ષા થઇ. બીજી તરફ શિમલા જિલ્લાના નારકંડા અને ખડાપત્થરમાં આ મહિનાની પહેલી બરફવર્ષા જોવા મળી. હવામાન વિભાગના અનુસાર શિમલા, સિરમૌર, મંડી, ચંબા અને કુલ્લૂમાં ઉંચાઇ પર આવેલા આદિવાસી ક્ષેત્રો અને અન્ય ઉંચા પહાડી વિસ્તારમાં ઠંડી અનુભવાઇ રહી છે. આ વિસ્તારમાં તાપમાન શૂન્યથી ત્રણથી પાંચ ડિગ્રી સુધી ગગડી ગયો હતો.
અનેક હાઇવે બરફવર્ષા અને ભુસ્ખલનના કારણે બંધ
હવામાન વિભાગે બુધવારે વરસાદ અને બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરી. ગુરૂવારે હવામાન સુધરશે. મનાલી-લેહ સહિત શિંકુલા પાસથી જાસ્કરને જોડનારો માર્ગ અને કુલ્લુ અને બંજારા સૈંજ એનએચ 305 હાલ ઠપ છે. શિમલા ખાતે હવામાન વિભાગના નિર્દેશક સુરિંદર પોલે કહ્યું કે, લાહોલ સ્પીતિ, કિન્નોર, રોહતાંગ પાસ, ચૂડધાર પર્વતમાલા, જલોરી પાસ અને જોતમાં બરફવર્ષા થઇ. જ્યારે શિમલા જિલ્લાના નારકંડા, ખડાપત્થર અને હાટૂ ચોટી પર ઓક્ટોબર મહિનામાં પહેલી બરફવર્ષા થઇ.
ADVERTISEMENT