નવી દિલ્હી : પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ની એક ફ્લાઇટ ફ્યૂલની ઉણપના કારણે ડિલે થઇ ગઇ હતી. જેના કારણે લોકો પરેશાન થઇ ગયા છે. હાલ તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં લોકો એરલાઇનથી હોટલ બુકિંગ અંગે બાકીની વસ્તીઓના નુકસાનની ભરપાઇની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ઝગડા-લફડા અને વિવાદના વીડિયો સામાન્ય રીતે વાયરલ થતા રહે છે. હાલના વીડિયો પાકિસ્તાનનો છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ની એક ફ્લાઇટ ડીલે થવાના કારણે ગુસ્સે ભરાયેલા યાત્રી એરલાઇનના સ્ટાફ પર ખરાબ રીતે વરસ્યા હતા. કથિત રીતે ફ્લાઇટ ફ્યૂલનો ઘટાડો હોવાના કારણે વધારે ડિલે થઇ ગઇ હતી. જેમાં લોકો નારાજ હતા. આ મામલે એક વીડિયો વાયરલ થયો છે. જો કે પીઆઇએની આ ફ્લાઇટ ક્યાં જઇ રહી હતી તે માહિતી નહોતી મળી.
Situation in #Pakistan, no feul for PIA planes…. pic.twitter.com/qV8Mf81JB7
— Fakhar Yousafzai (@fakharzai7) December 18, 2023
સૌથી પહેલા ટિકટોક પર શેર કરાયેલા વીડિયોમાં એરપોર્ટનો નજારો છે, અહીં યાત્રીઓ એરલાઇન કર્મચારી પાસે જવાબ માંગતા જોવા મળી રહ્યા છે. એક યાત્રીએ કહ્યું કે, એરલાઇનને ફ્લાઇટ કેન્સલ કરવા અંગે કમસે કમ એક રાત પહેલા જણાવવું જોઇએ. ન કે છેલ્લી તકે. વીડિયોમાં વ્યક્તિ બુમો પાડતો જોવા મળે છે. હોટલ અને રેંટલ ગાડીઓની પહેલાથી બુકિંગ કરાવવાને કારણે 6 હજાર ડોલરનું નુકસાન થવાનું છે. તેણે કહ્યું કે, મને મારા નુકસાનની ભરપાઇ કરો.
એક અન્ય યાત્રીએ કહ્યું કે, મોટા સરકારી અધિકારીઓ માટે સરકાર પાસે ફ્યુલ ઓછું નથી હોતું અને સામાન્ય લોકો ફસાયેલા રહે છે. હોબાળા વચ્ચે યાત્રીઓએ હાયર મેનેજમેન્ટ સાથે વાત કરવાની માંગ પણ કરી હતી, જો કે એરલાઇન કર્મચારીઓએ તેમની વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો. એક વ્યક્તિએ પોતાની પ્રેગનેન્ટ અંગે જણાવ્યું કે, સ્પષ્ટ જણાવી દો કે ફ્લાઇટ ક્યારે ઉપડશે આજે રાત્રે કે કાલે સવારે?
વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર ઢગલાબંધ રિએક્શન આપી રહ્યા છે. લોકોએ કહ્યું કે, એક રાષ્ટ્રીય એરલાઇન્સની એવી સ્થિતિ વાસ્તવમાં ખુબ જ ચિંતાજનક છે. જો કે પરિણામ શું થયું તે અંગે કોઇ માહિતી નથી.
ADVERTISEMENT