બસ અને ટ્રેન પર લાગી બ્રેક...અનેક ફ્લાઇટ્સ રદઃ મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત; એડવાઈઝરી જાહેર

Mumbai Rain Update: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ઉપરાંત તેની અસર વાહનવ્યવહાર પર પણ જોવા મળી રહી છે. એક તરફ તમામ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ દાદર, વિલેપાર્લે, કિંગ્સ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડી ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Mumbai Rain Update

મુંબઈમાં આફત બન્યો વરસાદ

follow google news

Mumbai Rain Update: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ઉપરાંત તેની અસર વાહનવ્યવહાર પર પણ જોવા મળી રહી છે. એક તરફ તમામ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ દાદર, વિલેપાર્લે, કિંગ્સ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડી ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કુર્લા રેલવે સ્ટેશન અને વિદ્યા વિહાર રેલવે સ્ટેશન સહિત ઘણા સ્ટેશનો પર પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે બેસ્ટની બસ સેવાને પણ અસર થઈ છે. આ ઉપરાંત ફ્લાઈટ અવરજવરને પણ અસર થઈ છે. આ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

5 ટ્રેનો કરવામાં આવી રદ

મુંબઈમાં વરસાદને કારણે સમગ્ર મુંબઈમાં ટ્રેન વ્યવહાર પર અસર પડી છે. સેન્ટ્રલ રેલવેએ સોમવારે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે ડિવિઝનના અલગ-અલગ સ્ટેશનો પર પાણી ભરાવાના કારણે 5 ટ્રેનો રદ કરવામાં આવી છે. સ્થિતિ સામાન્ય થયા બાદ કલ્યાણ અને કસારા વચ્ચેની સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. રેલવેએ માહિતી આપી છે કે આ ટ્રેનો 8 જુલાઈના રોજ આગામી નોટિસ સુધી બંધ રહેશે. ઉપનગરીય ટ્રેન સેવાઓને મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ સહિત અન્ય પડોશી વિસ્તારોની લાઈફલાઈન ગણવામાં આવે છે. મધ્ય રેલવેના ઉપનગરીય નેટવર્ક દ્વારા દરરોજ 30 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે.

બેસ્ટે ઘણી બસને કરી બંધ

તો બેસ્ટે પણ વરસાદના કારણે અનેક બસને રૂટ પરથી હટાવી દીધી છે. આ અંગે અપડેટ જાહેર કરવામાં આવી છે. બેસ્ટે તેની સંપૂર્ણ માહિતી શેર કરી છે.


મુંબઈ યુનિવર્સિટીએ પરીક્ષાઓ મુલતવી રાખી 

મુંબઈ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે 8 જુલાઈ, 2024ના રોજ સવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધીની તમામ CDOE (અગાઉની IDOL) પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખ 13 જુલાઈ 2024 રહેશે. સમય અને સ્થળ એ જ રહેશે.

ઈન્ડિગોએ કરી પોસ્ટ

આ સિવાય ઈન્ડિગોએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ઈન્ડિંગોએ જણાવ્યું કે ખરાબ હવામાન અને એર ટ્રાફિક કંજેક્શનના કારણે મુંબઈ આવતી અને જતી ફ્લાઇટ્સ પર અસર પડી છે. ઈન્ડિંગોએ પેસેન્જર્સને ફ્લાઇટ સ્ટેટસ ચેક કરતા રહેવાની સલાહ આપી છે. 

    follow whatsapp