નવી દિલ્હી : યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ લોકો ચિંતિત છે. સરકાર દ્વારા પણ તેના પર સંશોધન કરાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં આજે હાર્ટએટેકના કારણે રાજ્યમાં 5 લોકોનાં મોત થઇ જતા ચકચાર મચી ગઇ છે. માત્ર રાજકોટ જિલ્લામાં જ છેલ્લા 24 કલાકમાં 3 લોકોનાં હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા છે. જૂનાગઢમાં પણ ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા 24 વર્ષીય યુવાનચિરાગ પરમાર નામના યુવકનું મોજ નિપજ્યું છે.
ADVERTISEMENT
આ ઉપરાંત મોરબીમાં રફાળેશ્વરમાં LLP ના કારખાનામાં કામ કરતા એક યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. વિક્રમ સિંહ તવર નામના યુવાનનું મોત નિપજ્યું છે. રાજકોટમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા કિશન ધાબલિયા, કોઠારિયા રોડ પર રહેતા રાજેન્દ્રસિંહ વાળા અને અવધ હાઉસિંગના મહેન્દ્ર પરમારનું પણ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. આ પ્રકારે છેલ્લા 24 કલાકમાં જ 5 ગુજરાતીઓના અકાળે અવસાન થયા છે.
જ્યારે વડોદરામાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. રેલવે પોલીસ દ્વારા તેને પ્રાથમિક સારવાર અને સીપીઆર અપાયો હતો. જેના કારણે આધેડનો જીવ બચી ગયો હતો. જો કે ગુજરાતમાં પાંચ લોકોએ તો હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યાં છે.
ડોક્ટર્સ અને સરકાર દ્વારા પણ વારંવાર સુચના અપાય છે કે, હાર્ટ એટેક પહેલા તેના કેટલાક લક્ષણો જોવા મળે છે તેને અવગણવા ન જોઇએ. જેમ કે દાંતમાં દુખાવો થવો, આંખે અંધારા આવવા,છાતીમાં દુખાવો, ઝડબામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવે રેબઝેબ થવું, ગેસ ચડવો, માથુ ફરવું અને બેચેની હાર્ટ એટેકનાં જ લક્ષણો છે.
ADVERTISEMENT