From Hatia Express to Murder Express: ભારતીય રેલ્વેએ તાજેતરમાં એક ટ્રેનનું એવું નામ રાખ્યું, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં ગૂગલની મદદથી કરવામાં આવેલ ટ્રાન્સલેટ કેટલીકવાર અર્થનો અનર્થ કરી નાખે છે. આવું જ એક ટ્રાન્સલેટ રેલવેએ કર્યું, જેના કારણે એક ટ્રેનનું નામ Murder Express થઈ ગયું.
ADVERTISEMENT
હટિયા રેલવે સ્ટેશનનું નામ ગૂગલ ટ્રાન્સલેટમાં થયું 'Murder'
વાસ્તવમાં સ્ટેશનના મલયાલમ ભાષાના ટ્રાન્સલેટ કરવામાં મોટી ભૂલ થઈ ગઈ. હટિયા રેલવે સ્ટેશનનું નામ હત્યા સ્ટેશન થઈ ગયું, જે ગૂગલ ટ્રાન્સલેટ કરીને 'Murder' બની ગયું. તેનું ટ્રાન્સલેશન સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જ્યારે લોકો ભડકી ગયા ત્યારે રેલવેને તેની ભૂલનો અહેસાસ થયો.
રેલવેથી કેવી રીતે થઈ આ ભૂલ?
મળતી માહિતી મુજબ, હટિયા-અર્નાકુલમ એક્સપ્રેસમાં 'હાટિયા' નામના એક બોર્ડનો ફોટો વાયરલ થઈ ગયો, જે બાદ રેલવેને ટીકાનો સામનો કરવો પડ્યો. રેલવેએ હટિયાનું મલયાલમ ભાષામાં ટ્રાન્સલેશન 'કોલાપથકમ' કરી દીધું, જેનો હિન્દીમાં અર્થ થાય છે- હત્યારો.
સોશિયલ મીડિયા પર લોકો થયા લાલઘુમ
સોશિયલ મીડિયા પર જ્યારે તેની તસવીર સામે આવી ત્યારે લોકો ગુસ્સે થઈ ગયા. તેના પર કોમેન્ટ કરતા લોકો કહી રહ્યા છે કે રેલવે ગૂગલ ટ્રાન્સલેટ પર વધુ નિર્ભર થઈ ગઈ છે, જેના કારણે આવી ભૂલો થઈ રહી છે.
રેલવેએ સ્વીકારી ભૂલ
સોશિયલ મીડિયા પર ખોટા નામનું બોર્ડ વાયરલ થયા બાદ રેલવે અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ભૂલ હિન્દી શબ્દ 'હટિયા'ને લઈને ભ્રમના કારણે થઈ, જેનો મતલબ છે- હત્યા. રેલવે અધિકારીઓએ આના પર કાર્યવાહી કરી અને મલયાલમ શબ્દને પીળા રંગથી ઢાંકી દીધો.
ADVERTISEMENT