40 દિવસમાં 140થી વધુના મોત: ત્રણ મોટી દુર્ધટનામાં ક્યાંક સરકારની તો ક્યાંક લોકોની 'બેદરકારી'

Gujarat Tak

• 08:48 PM • 02 Jul 2024

Hathras Stampede update: દેશમાં અવારનવાર દુર્ધટના સર્જાતી રહે છે અને લોકોના મૃત્યુઓ નિપજ્યાં કરે છે, એવામાં છેલ્લા 40 દિવસની જ વાત કરવામાં આવે તો ત્રણ મોટી દુર્ઘટનાઓ સર્જાઇ છે

Hathras Stampede

Hathras Stampede

follow google news

Hathras Stampede update: દેશમાં અવારનવાર દુર્ધટના સર્જાતી રહે છે અને લોકોના મૃત્યુઓ નિપજ્યાં કરે છે, એવામાં છેલ્લા 40 દિવસની જ વાત કરવામાં આવે તો ત્રણ મોટી દુર્ઘટનાઓ સર્જાઇ છે. જેમાં આજે જ ઉત્તર પ્રદેશના હાથરસ એક મોટી દુર્ઘટના  થઈ છે. ચાલો જાણીએ 40 દિવસમાં 140થી વધુના મોત કઈ ત્રણ મોટી દુર્ધટના કારણે થયા...

આ પણ વાંચો

100થી વધુ મોત! હાથરસ દુર્ઘટનાનું કારણ આવ્યું સામે, બાબાના કાફલાને કાઢવા હજારો લોકોને રોકી રાખ્યા

2 જુલાઈ: હાથરસ દુર્ઘટના 

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ફુલરાઈ ગામમાં ધાર્મિક મેળાવડામાં નાસભાગમાં 100 થી વધુ લોકોના મોત થતાંની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં સૌથી વધુ મહિલાઓ અને બાળકોના મોત થયા છે. હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે.  ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને એટાહ મેડિકલ કોલેજ (Medical College Etah) માં દાખલ કરાયા છે. આ દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી કાર્યાલયે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા અને સ્થળ પર રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. 

18 જૂન: પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટના

18 જૂનના રોજ પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના (Major Train Accident) સર્જાઈ હતી. અહીં પાછળથી ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેન (Kanchanganga Express Train) ને એક માલગાડી (Goods Train) એ ટક્કર મારી હતી. જેમાં 10 લોકોના મોત થયાની જાણકારી મળી હતી. જ્યારે અંદાજે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના કારણ વિશે જાણકારી મળી કે તે માનવીય ભૂલને કારણે સર્જાયો હતો.  દાર્જિલિંગ જિલ્લા રેલવે બોર્ડના અધ્યક્ષના જણાવ્યાનુસાર માલગાડીના ડ્રાઈવરે સિગ્નલની અવણગણના કરી હતી.

25 મે: રાજકોટ TRP ગેમઝોનની દુર્ઘટના

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર 25 મે, 2024ના રોજ TRP ગેમઝોનમાં મોટી દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં એક વિકરાળ આગ લગતા આખું ગેમઝોન તેની ઝપેટમાં આવ્યું હતું અને સાથે જ 27 લોકો પણ હોમાયા હતા. ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી. ગેમઝોનના એક્સ્ટેંશન વિસ્તારમાં વેલ્ડિંગના કારણે આગ લાગી હતી. આગ ઓલવવા માટે કેમ્પસમાં હાજર અગ્નિશામક સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે આગની તીવ્રતાનો સામનો કરી શક્યા ન હતા. કેમ્પસમાં ફાયર સેફ્ટીની  સિસ્ટમ ન હતી, જ્યારે રિપેરિંગ કામ કરતા લોકોએ આગ ઓલવવાના શક્ય તમામ પ્રયાસો કર્યા હતા. 

40 દિવસમાં 140 ના મોત

40 દિવસથી પણ ઓછા સમયગાળામાં આ પ્રકારની એકબાદ એક દુર્ઘટના ચિંતાનો વિષય તો છે જ પણ તેની પાછળ જવાબદાર કોણ છે? તો જોઈ શકાય છે કે, રાજકોટ TRP દુર્ઘટના હોય કે પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટના
 જેમાં સંપૂર્ણ પણે તંત્રની બેદરકારી જોવા મળી રહી છે કે જેના કારણે 37 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. પણ આજની હાથરસ દુર્ઘટના એક ઘટના કે જ્યાં હજુ સુધી નક્કી નથી થયું કે કોણ જવાબદાર છે? જેમાં એક તરફ તંત્ર એવું કહી રહ્યું છે કે, પરમીશન હતી તેના કરતાં વધુ લોકો એકઠા થઈ ગયા હતા તો બીજી બાજુ બાબાના અનુયાયીઓનો આરોપ છે કે તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

    follow whatsapp