INLD Nafe Singh Rathee shot dead : હરિયાણા આઈએનએલડીના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની (INLD president Nafe singh Rathee) રવિવારે ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે હરિયાણામાં માહોલ તંગ બન્યો છે. હાલ હુમલામાં નફે સિંહ ઉપરાંત તેના એક સુરક્ષા કર્મચારીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ADVERTISEMENT
આઈએનએલડીના પ્રવક્તા રાકેશ સિહાગે India Today સાથેની વાતચીતમાં પૂર્વ ધારાસભ્યનું મૃત્યુ થયા હોવાની વાતની પૃષ્ટી કરી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે તેઓ પોતાની એસયુવી ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ રાઠીને ગોળી વાગતા ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડ્યો હતો.
ADVERTISEMENT