નવી દિલ્હી : સંસદમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશ બિધુડીનું બસપા સાંસદ વિરુદ્ધ વિવાદિત નિવેદન હવે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. આ દરમિયાન સંસદમાં તેમની બાજુમાં બેઠેલા ભાજપના સાંસદ હર્ષવર્ધન હસતા જોવા મળ્યા હતા, ત્યાર બાદ તેમણે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ઘેરાયા બાદ હર્ષવર્ધને નિવેદન આપ્યું કે, તેમનું નામ હાલ ટ્વીટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે. જ્યાં લોકો મને આ દુર્ભાગ્યપુર્ણ ઘટનામાં અકારણ ઘસડવામાં આવી રહ્યો છે. જ્યાં બે સાંસદ સદનમાં એક-બીજાની વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
એક વીડિયો વાયરલ થયો અને સાંસદ સ્પષ્ટતા આપતા ફરી રહ્યા છે
અમારા વરિષ્ઠ અને સમ્માનિત નેતા રાજનાથ સિંહ પહેલા જ બંન્ને પક્ષો દ્વારા આ પ્રકારની અયોગ્ય ભાષાના ઉપયોગની કરવાની નિંદા કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે, હું પોતાના મુસ્લિમ દોસ્તોને પુછુ છું જે આજે સોશિયલ મીડિયા પર મારી વિરુદ્ધ લખી રહ્યા છે, શું તેઓ વાસ્તવમાં માને છે કે, હું ક્યારે પણ એવી અપમાનજનક ભાષાનો ઉપયોગમાં ભાગીદાર બની શકું છું જે કોઇ એક સમુદાયની સંવેદનાઓને ઠેસ પહોંચાડતી હોય? આ નકારાત્મકતાથી ભરેલી એક દ્વેષપુર્ણ અને અકારણી, પુર્ણત ખોટી મનગઢંત કહાની છે અને સોશિયલ મીડિયા પર કેટલાક નિહિત રાજનીતિક તત્વો દ્વારા મારી છબીને ખરાબ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હર્ષવર્ધન ટ્વીટર પર ટ્રેન્ડ થઇ રહ્યા છે
હર્ષવર્ધને કહ્યું કે, ગત્ત ત્રીસ વર્ષથી જાહેર જીવનમાં હું પોતાના મતદાતા વિસ્તારમાં લાખો મુસ્લિમ ભાઇઓ અને બહેનો સાથે અથવા જીવનના અલગ અળગ ક્ષેત્રોના સહયોગિઓ સાથે મળીને કામ કર્યું છે. હું ચાંદની ચોકની ઐતિહાસિક ગલિઓમાં ફાટક તેલિયાન, તુર્કમાન ગેટમાં પેદા થયો, અહીં જ મોટો થયો પોતાના મુસ્લિમ મિત્રો સાથે રમતા રમતા મોટો થયો. હું દ્રઢ વિશ્વાસની સાથે કહી શકું છું કે, તમામ મુસ્લિમ ભાઇ-બહેનો જે ક્યારે પણ મારા સંપર્કમાં રહ્યા, તેઓ મારી ભાવનાઓ, વ્યવહાર અને મારા આચરની પૃષ્ટિ કરવામાં જરા પણ નહી ખચકાય.
હું મુસ્લિમ વિસ્તારમાં મોટો થયો અને ચુંટાયેલો સાંસદ છું
હું ચાંદની ચોકના પ્રતિષ્ઠિત સંસદીય વિસ્તારમાંથી સાંસદ તરીકે જીતીને ખુબ જ ખુશ છું અને જો તમામ સમુદાયના લોકોએ મારુ સમર્થન ન કર્યું હોત તો ક્યારે પણ શક્ય હોઇ નહી શકે. આ ઘટનાથી સૌથી વધારે હું દુખી થયો છું. જો કે કેટલાક લોકોએ નિહિત સ્વાર્થ માટે આ પ્રકરણમાં મને ઘસડ્યો છે. જો કે હું અહીં એક બીજા પર ફેંકવામાં આવી રહેલા શબ્દોની નોક-ઝોકનો પ્રત્યક્ષદર્શી જરૂર હતો, સાચી વાત તો એ છે કે એ હોબાળામાં સ્પષ્ટ રીતે કંઇ પણ સમજી શકું તેમ નથી. હું જીવનમાં હંમેશા પોતાના સિદ્ધાંતો પર કાયમ રહ્યો છું. પોતાના દેશ અને દેશવાસીઓના હિતોને દર વસ્તુથી ઉપર રાખતા તેના માટે મારુ શ્રેષ્ઠતમ આપવામાં ક્યાંય પણ પાછો નથી પડ્યો અને આ મારો સંકલ્પ છે કે પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી આ ભાવનાને અક્ષુણ રાખીશ.
શું થયું હતું?
ભાજપ સાસંદ રમેશ વિધૂડીએ લોકસભામાં ચંદ્રયાન-3 ની ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ કુંવર દાનિશ અલીની વિરુદ્ધ વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. વિવાદ વધતા ભાજપે વિધૂડીને કારણદર્શક નોટિસ ઇશ્યું કરીને તેમની પાસે જવાબ માંગ્યો છે કે, આખરે તેમની વિરુદ્ધ પાર્ટી કાર્યવાહી કેમ નથી કરી રહ્યા? તેમની પાર્ટીના અનુશાસન સમિતીને 15 દિવસમાં નોટિસનો જવાબ આપવો પડશે.
રમેશ બિધૂડીનું સભ્યપદ રદ્દ કરવાની માંગ કરી છે
સુત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે, દાનિશ અલીએ લોકસભા સ્પીકરને પત્ર લખીને રમેશ બિધૂડીનું સભ્યપદ રદ્દ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે માંગ કરી છે કે, બિધૂડીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. સુત્રો અનુસાર રમેશ બિધૂડી સામે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વાત કરી છે. રમેશ બિધૂડીના મામલે મોટી ગંભીરતાથી લેતા સ્પીકરે નારાજગી વ્યક્ત કરતા રમેશ બિધુડીને ચેતવણી પણ આપી છે કે, ભાષાની મર્યાદાનું ધ્યાન રાખો. બિધૂડીના આ નિવેદનના તમામ વિપક્ષી દળોની ટીકા કરી છે.
ADVERTISEMENT