SP Abhishek Verma Viral Video: ઘણા તીર્થસ્થળો પર પાર્કિંગના નામે વધુ ફી વસૂલવાના સમાચાર તમે અવારનવાર સાંભળ્યા હશે. એવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લાના તીર્થ નગર ગર્હમુક્તેશ્વરથી સામે આવ્યો છે. પાર્કિંગ સ્ટાફે હાપુડ SP Abhishek Verma પાસેથી નિર્ધારિત ફી કરતાં વધુ ફી વસૂલ કરી હતી. આ વાતનો તેમણે વિરોધ કર્યો, તો પર્કિંગ કર્મચારીએ તેને 'કાયદામાં રહેવાની' ધમકી પણ આપી હતી.
ADVERTISEMENT
SP Abhishek Verma ની ગાડી રોકી વધારે ફી વસૂલવામાં આવી
હાપુડના તીર્થ નગર ગર્હમુક્તેશ્વરમાં પાર્કિંગના ગેરકાયદે વસૂલાત અંગેની માહિતી મળતાં હાપુરના SP Abhishek Verma યુનિફોર્મ વિના ખાનગી કારમાં બ્રજઘાટ પહોંચ્યા, જ્યાં પાર્કિંગ સ્ટાફે તેમને રોક્યા અને પાર્કિંગ ફી ભરવાનું કહ્યું. જ્યારે એસપીએ પાર્કિંગ ફી આપી ત્યારે પાર્કિંગ સ્ટાફે 50 રૂપિયાના બદલે 60 રૂપિયા લીધા હતા. જ્યારે એસપીએ આનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે એ ૬૦ રૂપિયા જ વસુલે છે. જ્યારે એસપીએ આ અંગે વાંધો ઉઠાવ્યો તો પાર્કિંગ સ્ટાફે એસપી અભિષેક વર્માને નિયમોનું પાલન કરવાનું કહ્યું. આ પછી, એસપી સીધા ગેસ્ટ હાઉસ પહોંચ્યા અને ગઢ કોતવાલીના કોટવાલને સ્થળ પર બોલાવ્યા અને પાર્કિંગ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા. આ સંદર્ભે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે, જ્યારે અન્ય વ્યક્તિ ફરાર હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT