'કાશી-મથુરામાં મંદિર નહીં બને તો ભાજપની સરકાર બદલી નાખીશું', જાણો કોણે ઉચ્ચારી ચીમકી

Mahant Raju Das Ayodhya Hanumangarhi: લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થવાનું છે. શનિવારે 25 મેના રોજ 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14 સીટો પર પણ મતદાન થશે.

Mahant Raju Das

કોણે ઉચ્ચારી ચીમકી?

follow google news

Mahant Raju Das Ayodhya Hanumangarhi: લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થવાનું છે. શનિવારે 25 મેના રોજ 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14 સીટો પર પણ મતદાન થશે. આ વચ્ચે અયોધ્યા હનુમાનગઢી મંદિરના મહંત રાજુ દાસ (Raju Das) મોટું નિવેદન આપ્યું છે. તેમણે મઉના ઘોસીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, જો કાશીમાં મંદિર નહીં બને તો અમે સરકાર બદલી નાખીશું.

કાશી અને મથુરામાં થવું જોઈએ મંદિરનું નિર્માણઃ મહંત


રાજુ દાસે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું. એવી જ રીતે કાશી અને મથુરામાં પણ મંદિરોનું નિર્માણ થવું જોઈએ. તેમણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે, હું કાન પકડીને કામ કરાવું છું અને જો નહીં થાય તો અમે સરકાર જ બદલી નાખીશું. તેમણે કહ્યું કે ન તો અમે સરકાર પાસેથી ડીઝલ, તેલ અને અનાજ લેતા નથી. હું કોઈપણ પાર્ટી પાસેથી ટિકિટ પણ માંગતો નથી. હું માત્રને માત્ર સનાતનની વાત કરું છું. 

વિપક્ષમાં પણ દમ છેઃ મહંત

મહંતે કહ્યું કે, 'હું જે કંઈ કહું છું તે ડંકાની ચોટ પર કહું છું.  વિપક્ષમાં પણ દમ છે. તેમણે કહ્યું કે જો વિપક્ષ ભગવાન શ્રીકૃષ્ણ જન્મ ભૂમિ પહોંચી જાય અને કહે કે હું ભગવાન શ્રીકૃષ્ણનો વશંજ છું. અમે મંદિરનું નિર્માણ કરાવીશું, તો અમે પણ વિચારીશું. તેમણે કહ્યું કે અધ્યોધ્યા તો એક ઝાંખી છે, મથુરા-કાશી હજુ બાકી છે.' 

    follow whatsapp