VIDEO: રામલીલામાં ‘હનુમાનજી’ને આવ્યો હાર્ટ એટેક, પ્રભુ શ્રીરામના ચરણોમાં તોડ્યો દમ

હરિયાણાના ભિવાનીમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં રામલીલામાં હનુમાનજીનું પાત્ર ભજવી રહેલા હરીશ મહેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. હનુમાનનું પાત્ર ભજવતી વખતે…

gujarattak
follow google news

હરિયાણાના ભિવાનીમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં રામલીલામાં હનુમાનજીનું પાત્ર ભજવી રહેલા હરીશ મહેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. હનુમાનનું પાત્ર ભજવતી વખતે સ્ટેજ પર તેઓ અચાનક ઢળી પડ્યા હતા. થોડીવાર સુધી તો લોકો સમજી ન શક્યા, પરંતુ લાંબા સમય બાદ પણ તેઓ ઉભા ન થતાં તાત્કાલિક લોકો સ્ટેજ પર દોડી ગયા હતા અને તેઓને હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ભિવાનીમાં ચાલી રહ્યો હોતો રામલીલાનો કાર્યક્રમ

શહેરના જવાહર ચોક ખાતે એક સામાજિક સંસ્થા દ્વારા ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હનુમાનજીનું પાત્ર ભજવી રહેલા હરીશ મહેતાએ રામજીના ચરણોમાં ઝુકતા જ પોતાના પ્રાણ ત્યાગી દીધા.

તાત્કાલિક ખસેડાયા હોસ્પિટલમાં

લાંબા સમય સુધી દર્શકોને લાગ્યું કે હનુમાનજી હજુ પણ પ્રભુની પૂજા કરી રહ્યા છે. પરંતુ જ્યારે મંચ પર હાજર લોકોએ તેમને ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો તેઓ ન ઉઠ્યા. જે બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ આ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો. તો મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

25 વર્ષથી ભજવી રહ્યા હતા હનુમાનજીનું પાત્ર

મૃતક હરીશ મહેતા વીજળી વિભાગમાંથી JEના પદ પરથી નિવૃત્ત થયા હતા. તેઓ છેલ્લા 25 વર્ષથી હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યા હતા. કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે, રામલીલામાં તેઓ રામજીના ચરણોમાં નમ્યા પરંતુ ઉભા થઈ શક્યા નહીં. તેમને આંચલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલના ડોક્ટર વિનોદ આંચલે જણાવ્યું કે, હરીશ મહેતાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પહેલા જ મૃત્યુ પામ્યા હતા.પ્રાથમિક તપાસમાં તેઓનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

    follow whatsapp