નવી દિલ્હી : કેપ્ટાગનની ગોળીઓ 2015 માં તે સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે તેને માહિતી મળી હતી કે, ઇસ્લામીક સ્ટેટના આતંકવાદીઓ કોઇ પણ આતંકવાદી ઘટનાઓને અંજામ આપતા પહેલા પોતાના ડરને દબાવવા માટે ગોળીઓનો ઉપયોગ કરે છે. કહેવામાં આવે છે કે, ગાઝા તે ગોળીઓનું સૌથી મોટું માર્કેટ છે.
ADVERTISEMENT
સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર પહેલો હુમલો થયો હતો
સાત ઓક્ટોબરે હમાસના લડાકુઓના ઇઝરાયેલ પર હુમલાની સાથે જ એક યુદ્ધની શરૂઆત થઇ ગઇ હતી. આ હુમલામાં 1400 થી વધારે ઇઝરાયેલી નાગરિકોના મોત થયા છે. જો કે હવે આ હુમલા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક રિપોર્ટ અનુસાર હમાસના ફાઇટર્સને હેવી ડ્રગનો ડોઝ આપીને યુદ્ધમાં મોકલાઇ રહ્યા હતા.
હમાસના ફાઇટરોને કેપ્ટાગન નામની ગોળીઓ અપાઇ હતી
ધ યરૂશલન પોસ્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હમાસના ફાઇટરોએ કેપ્ટાગન નામની ગોળીઓ ખાઇને હુમલો કર્યો હતો. કેપ્ટાગન એક પ્રકારનું સિંથેટિક ડ્રગ છે. રિપોર્ટ અનુસાર આ હુમલામાં મરાયેલા હમાસના અનેક લડાકુઓના ખીચામાંથી કેપ્ટાગનની ગોળીઓ મળી આવી હતી. આ ટેબલેટને ગરીબોનું કોકેન પણ કહેવામાં આવે છે. આ ટેબલેટથી હમાસના લડાકુઓ લાંબો સમય ભુખ પણ નથી લાગતી અને તેઓ સતર્ક અને આક્રમક પણ બને છે.
ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ લેતા હતા આ ડ્રગ
કેપ્ટાગનની ગોળીઓ 2015 માં તે સમયે ચર્ચામાં આવી હતી. જ્યારે માહિતી મળી કે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ કોઇ પણ ઘટનાને અંજામ આપતા પહેલા પોતાના ડરને દબાવવા માટે આ ગોળીઓનું સેવન કરતા હતા. જો કે ત્યાર બાદના વર્ષોમાં જેમ જેમ આઇએસનો ખોફ ઘટતો ગયો. સીરિયા અને લેબનાને મોટા સ્તર પર આ ગોળીઓનું ઉત્પાદન અને વિતરણ બીજે પણ શરૂ કરી દીધું. કહેવાય છે કે આ ગોળીઓ યુવાનોમાં સૌથી વધારેલોકપ્રિય છે.
ગરીબોનું ડ્રગ માનવામાં આવે છે એમ્ફેટામાઇન
કેપ્ટાગન Amphetamine દવાઓ સાથે જોડાયેલું છે. સામાન્ય રીતે એટેંસન ડિસઓર્ડર, નાર્કોલેપ્સી અને ડિપ્રેશનને પહોંચી વળવા માટે તેનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. હાઇલી એડેક્ટિવ થવા અને સાઇકોટિક રિએક્શન છતા આ મિડલ ઇસ્ટમાં ખુબ જ લોકપ્રિય છે. તેનું એક મોટું કારણ છે કે, તે ખુબ જ સસ્તી છે. તેને ગરીબ દેશોમાં એકથી બે ડોલરમાં ખરીદી શકાય છે. બીજી તરફ અમીર દેશોમાં આ દવા 20 ડોલર પ્રતિ ટેબલેટ સુધી મળે છે. કેપ્ટાગનની ગોળીઓ ખાવાથી લાંબા સમય સુધી ન તો ભુખ લાગે છે. તેનાતી ઉંઘ પણ નતી આવી અને એનર્જી યથાવત્ત રહે છે.
ADVERTISEMENT