Hafiz Saeed News: આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબામાં બાળકોને આતંકવાદના પાઠ ભણાવનાર અને લશ્કરના વડા હાફિઝ સઇદ અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હાફિઝ સઇદના ખુબ જ નજીકના અને તેની તમામ યોજનાઓને લાગુ કરનાર કૈસર ફારૂકની કરાંચીમાં અજાણ્યા લોકો દ્વારા જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. સ્થાનીક મીડિયાના અનુસાર સિંધ પ્રાંતના કરાચીના સોહરાબ ગોટમાં પોર્ટ કાસિમની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
વીડિયોમાં સઇદના ખાસ આતંકવાદીને ભર બજારમાં ઠાર મરાયો જોઇ શકાય છે
આ મામલે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ઇમામ મુફ્તી કૈસર ફારુકી હતો જે મસ્જિદ પરત ફરી રહ્યો હતો. દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યું હતું. આ ફાયરિંગમાં કૈસર ફારુકનું મોત નિપજ્યું છે. જ્યારે એકવ્યક્તિ ઘાયલ થયો હતો. ફારુક ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન વિસ્તારનો રહેવાસી હતો.
હાફીઝ સઇદનો સૌથી વિશ્વાસપાત્ર આતંકવાદી હતો કૈસર
અત્રે ઉલ્લેખનીય છે કે, કૈસર ફારુક આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા ચીફ હાફિઝ સઇદની ખુબ જ નજીકનો હતો. લશ્કર માસુમ બાળકોને આથંકવાદીઓને તાલીમ આપીને તૈયાર કરતો હતો. તેમનું બ્રેઇન વોશ પણ તે જ કરતો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે, સઇદના જેલવાસ બાદ લશ્કર તૈયબાનો સંપુર્ણ કાર્યભાર તે જ સંભાળતો હતો. જેના કારણે અન્ય કેટલાક ગ્રુપના લોકો તેનાથી નારાજ હતા. જેથી તેમની વચ્ચે આંતરિક યુદ્ધ શરૂ થઇ ગયું અને ગેંગવોર જેવી સ્થિતિમાં આંતરિક રીતે જ એકબીજાની હત્યા કરવા લાગ્યા હતા.
સઇદ પણ લાંબા સમયથી બહાર દેખાયો નથી
અન્ય કેટલાક અહેવાલો અનુસાર હાલ હાફીઝ સઇદ પણ લાંબા સમયથી દેખાયો નથી. હાફીઝ સઇદ પણ ગુમ છે જેને તેમનું સંગઠન શોધી રહ્યું છે. જો કે લાંબા સમયથી તે દેખાયો નથી. કહેવા માટે તો તે પાકિસ્તાની જેલમાં છે પરંતુ તે બહાર અવાર નવાર જોવા મળે છે. જો કે લાંબા સમયથી તે બહાર નથી દેખાયો. તેવી સ્થિતિમાં તે બિમાર છે અથવા તો તેની પણ હત્યા થઇ ગઇ હોવાનું સ્થાનિક મીડિયા દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
સઇદના પુત્ર કમાલુદ્દીનનું પણ અપહરણ ISI પણ તેને નથી શોધી શકી
બીજી તરફ પાકિસ્તાનમાં હાફિઝ સઇદ (Hafiz Saeed) ના પુત્ર કમાલુદ્દીન સઇદની હત્યા થઇ હોવાના સમાચાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત 26 સપ્ટેમ્બરે હાફિઝ સઇદનો પુત્ર ગુમ છે. રિપોર્ટ અનુસાર કમાલુદ્દીન સઇદના પેશાવરમાં ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા લોકોએ અપહરણ કરી લીધું હતું. તેને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તેને લાંબા સમયથી શોધી રહી છે. જો કે તે પણ તેને શોધી શકી નથી. હાફિઝના પુત્રને કોણ લઇ ગયા ક્યાં લઇ ગયા તેના સમાચાર નથી.
ADVERTISEMENT