Gyanvapi Case ASI Survey: વારાણસી કોર્ટે જ્ઞાનવાપી સર્વેના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ASI ના સર્વેને મંજુરી આપી દીધી છે. વિવાદિત હિસ્સાને છોડીને સમગ્ર પરિસરનાં ASI સર્વેને મંજૂરી મળી છે. જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિંદૂ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે, કોર્ટે ASI સર્વેનો આદેશ આપ્યો છે. જૈનના અનુસાર મારી અરજી મંજૂર કરી લેવામાં આવી છે. કોર્ટે વજૂ ટૈંકને છોડીને જેને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો એએસઆઇ સર્વેક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. ASI આ સર્વેના રિપોર્ટ જિલ્લા જજને 4 ઓગસ્ટ સુધીમાં સુપ્રત કરશે.
ADVERTISEMENT
સર્વેનો અર્થ શું છે?
સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની અંદર રહેલા કથિત શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાબ્રન ડેટિંગની પરવાનગી વાળા અલ્હાબાદ હાઇકોર્ટના નિર્દેશ પર સ્ટે આપ્યો હતો. આ મામલે એક પક્ષ કહે છે કે, આ શિવલિંગ છે જ્યારે બીજો પક્ષ કહે છે કે તે ફુવારો છે. હવે આ પરિસરના સર્વે પરથી માહિતી મળશે કે મસ્જિદ કેટલી જુની છે અને તેમાં હિંદુ પક્ષ દ્વારા કરાયેલા દાવાઓમાં કેટલું સત્ય છે.
આ અગાઉ કોર્ટે કમિશ્નર અજય મિશ્રાના 6-7 મેના જ્ઞાનવાપી પરિસરનો સર્વે કર્યો હતો. આ સર્વેના રિપોર્ટ અનુસાર પરિસરની દિવાલો પર દેવી-દેવતાઓની કલાકૃતિ, કમળની કેટલીક કલાકૃતી અને શેષનાગ જેવી આકૃતિ મળવાની વાત કરી હતી. જો કે આ રિપોર્ટમાં નીચે રહેલા ભંડકીયા અંગે કોઇ માહિતી નહોતી.
શું છે વિવાદ ?
જ્ઞાનવાપી વિવાદ અંગે હિન્દૂ પક્ષનો દાવો કર્યો છે કે, તેની નીચે 100 ફૂટ ઉંચો આદિ વિશ્વેશ્વરનું સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. ભગવાન વિશ્વેશ્વરની નિયમિત પુજાની વ્યવસ્થા કરવામાં આવે. જ્ઞાનવાપી અંગે પહેલીવાર કેસ 1991 માં વારાણસીમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તેનો વિવાદ ત્યારે વકર્યો જ્યારે 18 ઓગસ્ટ 2021 ના રોજ 5 મહિલાઓએ શ્રૃંગાર ગૌરી મંદિરમાં રોજ પુજા કરવા માટેની અરજી કરી.જ્ઞાનવાપી મસ્જિદ પરિસર અંગે ચાલી રહેલા વિવાદ છે કે, તેમાં હિંદુ પક્ષે માંગ કરી હતી કે, સમગ્ર જ્ઞાનવાપી પરિસર હિંદુઓને સોંપવામાં આવે અને મુસ્લિમોના પ્રવેશ જ્ઞાનવાપીમાં બંધ કરવામાં આવે. તેની સાથે જ હિંદુ પક્ષનું કહેવું છે કે, મસ્જિદના ગુંબજને ધ્વસ્ત કરવાનો આદેશ અપાય.
ADVERTISEMENT