સંજય શર્મા.નવી દિલ્હીઃ મંગળવારે વારાણસી જનપથ ન્યાયલયે સંપુર્ણ જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક તપાસને લઈને કરવામાં આવેલી માગની અરજીને સ્વીકારી લીધી છે. અરજકર્તા વિષ્ણું શંકર જૈને કહ્યું કે હિન્દુપક્ષના સંપૂર્ણ જ્ઞાનવાપી પરિસરની વૈજ્ઞાનિક તપાસ હેતુ એક અલગ અરજી દાખલ કરાઈ છે. આ મામલામાં કોર્ટે મુસ્લિમ પક્ષને 19 મે સુધી વાંધા અરજી કરવાનો નિર્દેશ આપ્યો છે. આગામી સુનાવણી 22મે એ થવાની છે. હિન્દુ પક્ષ કાશી વિશ્વનાથ મંદિર ધ્વંસ થવાના બાદ બચેલા ત્રણ ભવ્ય શિખરની જીપીઆર પદ્ધતિથી પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ તરફથી તપાસની માગ કરી રહ્યો છે ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પછી હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કૈવિએટ દાખલ કરી છે.
ADVERTISEMENT
પક્ષને સાંભળ્યા વગર કોઈ આદેશ પસાર ન કરવાઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટમાં કેવીએટ દ્વારા હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટે અપીલ કરી છે કે જો કોઈ ફણ બીજો પક્ષ હાઈકોર્ટના નિર્ણયને પડકારે છે તો તેમના પક્ષને સાંભળ્યા વગર કોઈ આદેશ પસાર ન કરવામાં આવે. પરિસરમાં મળેલા કથિત શિવલિંગ મામલામાં કાર્બન ડેટિંગ કરવાના અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા. 22મે એ વારાણસી જિલ્લા જજને મામલાની સુનાવણી કરવાનો પણ આદેશ કર્યો હતો. સાઈંટિફિક સર્વે ક્યારે થશે અને કેવી રીતે તે ડિસ્ટ્રિક્ટ જજ નક્કી કરશે.
બાગેશ્વર સરકાર બનશે ગુજરાતના મહેમાન, અમદાવાદ, સુરત અને રાજકોટમાં લાગશે દિવ્ય દરબાર
શિવલિંગ જેવા સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યા વગર સર્વે સંભવઃ ASI
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (એએસઆઈ)ની તરફથી રજુ કરવામાં આવેલી રિપોર્ટ પર હાઈકોર્ટે આ પ્રમાણેનો આદેશ કર્યો હતો. કોર્ટમાં એએસઆઈએ કહ્યું હતું કે વગર શિવલિંગને નુકસાન પહોંચાડ્યે સાઈંટિફિક સર્વે કરી શકાય છે.
ADVERTISEMENT