Gyanvyapi Case: જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષના 1991ના કેસને પડકારતી મુસ્લિમ પક્ષની તમામ (5) અરજીઓ ફગાવી દીધી છે. હાઈકોર્ટે 1991ના કેસના ટ્રાયલને મંજૂરી આપી છે. આ ચુકાદો જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેચે સંભળાવ્યો છે.
ADVERTISEMENT
8 ડિસેમ્બરે નિર્ણય રાખ્યો હતો સુરક્ષિત
આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં પૂર્ણ થયા બાદ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેચે 8 ડિસેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પાંચ અરજીઓમાંથી બે અરજીઓ એએસઆઈ સર્વે વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. જ્યારે ત્રણ અરજીઓ સિવિલ સુટની જાળવણી પર હતી. હવે આ પાંચેય અરજીને ફગાવી દેવામાં આવી છે.
હાઈકોર્ટમાંથી મુસ્લિમ પક્ષને મોટો ફટકો
અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. વારાણસીના જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચે માલિકી વિવાદના મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની પાંચેય અરજીઓ ફગાવી દીધી હતી. આ ચુકાદો 1991માં હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ પર સંભળાવવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ સિવિલ કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થશે. ASI સર્વે અંગે દાખલ કરાયેલો કેસ ડિસમિસ થયા બાદ આ મામલે જિલ્લા કોર્ટમાં સુનાવણી થશે.
ADVERTISEMENT