પન્નુ ખાલિસ્તાન નહી ઉર્દુસ્તાન ઇચ્છે છે, ઇન્ડિયા ગેટ પર ખાલિસ્તાની ઝંડાની ઇચ્છા

નવી દિલ્હી : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો કાળો ઇતિહાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ખોલી નાખ્યો છે. ચંડીગઢ અને અમૃતસરમાં આતંકવાદીઓને સંપત્તીઓને એનઆઇએ દ્વારા જપ્ત કરવામાં…

Gurpatwantsinh Pannu wants Urdistan not Khalistan,

Gurpatwantsinh Pannu wants Urdistan not Khalistan,

follow google news

નવી દિલ્હી : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો કાળો ઇતિહાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ખોલી નાખ્યો છે. ચંડીગઢ અને અમૃતસરમાં આતંકવાદીઓને સંપત્તીઓને એનઆઇએ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ એજન્સીએ પન્નુ અંગે તૈયાર ડોઝિયરમાં ખુલાસો કર્યો છે કે, તેઓ ભારતના ટુકડે ટુકડેની ઇચ્છા રાખે અને ઇચ્છે છે કે અલગ અલગ દેશ તૈયાર થઇ જાય. ખાલિસ્તાનની માંગ કરનારા પન્નુનો ઇરાદો છે કે, કાશ્મીર અલગ થઇ જાય અને મુસ્લિમો માટે એક અલગ દેશ તૈયાર થાય. એજન્સીના અનુસાર તેઓ પોતાના ઓડિયા સંદેશમાં ખુબ જ વિવાદાસ્પદ ભાષામાં વાત કરતો અને દેશની અખંડતાને પડકારતો જોવા મળે છે.

ઇન્ડિયા ગેટ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની ઇચ્છા

આ ઉપરાંત તે ઇન્ડિયા ગેટ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવનારને અઢી મિલિયન ડોલરનું ઇનામ પણ જાહેર કરી ચુક્યો છે. એનઆઇએની વોન્ટેડ લિસ્ટમાં ગુરપતવંતસિંહ પન્નુ 2019 થી જ જોડાયેલો છે. તેની વિરુદ્ધ પંજાબ સહિત દેશના અનેક હિસ્સાઓમાં નફરત અને આતંકવાદ ફેલાવવાના અનેક કેસ નોંધાયેલા છે. તપાસમાં તે વાત સામે આવી છે કે, પન્નુનું સંગઠન શિખ ફોર જસ્ટિસ ઇન્ટરનેટના માધ્યમથી શીખ યુવાનોને કટ્ટરતા તરફ ધકેલવાનો પ્રયાસ કરે છે. આ સંગઠન લોકોને ઉશ્કેરે છે તેઓ સ્વતંત્ર ખાલિસ્તાન રાષ્ટ્ર માટે સંઘર્ષ કરે. આ સંગઠનને પણ 2019 માં ભારત સરકારે પ્રતિબંધિત કરી દીધું હતું. ગૃહમંત્રાલયે 2020 માં પન્નુને આતંકવાદી જાહેર કરી દીધો હતો. જો કે ઇન્ટરપોલે તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરી હતી.

પન્નુ અને તેના તમામ સાગરીતો પર કાર્યવાહી કરવાના મુડમાં છે NIA

કેનેડાથી ખાલિસ્તાન પર પેદા થયેલા તણાવ વચ્ચે ગુરપતવંતસિંહ પન્નુ પર સરકાર એક્શન મોડમાં આવી ચુકી છે. ક્યારેક અમેરિકા તો ક્યારેક કેનેડામાં બેસીને ધમકીઓ આપનારો પન્નુની સંપત્તીઓને જપ્ત કરવામાં આવી છે. તેની આગળ પણ એનઆઇએ એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છે અને તેના માટે 5 અને 6 ઓક્ટોબરે મીટિંગ થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે, ખાલિસ્તાન પર એક્શન માટે તેમાં તૈયારી થશે. કેનેડાથી માંડીને ભારત સુધી સક્રિય ખાલિસ્તાની તત્વોની યાદી પણ તૈયાર થશે.

    follow whatsapp