ગુરપતવંત સિંહ પન્નુને ઠાર મારવાનો હતો પ્લાન, US અધિકારીઓએ બચાવ્યો

નવી દિલ્હી : અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો છે કે, તેમણે અમેરિકામાં એક શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. આ મામલે ભારતને ચેતવણી પણ આપવામાં…

Pannu death case

Pannu death case

follow google news

નવી દિલ્હી : અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો છે કે, તેમણે અમેરિકામાં એક શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. આ મામલે ભારતને ચેતવણી પણ આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ષડયંત્રનું નિશાન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના નેતા ગુરપતવંત સિંહ પન્નુ હતા.

“યુએસ અધિકારીઓએ યુ.એસ.માં એક શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું.” ફાઇનાન્શિયલ ટાઇમ્સ (FT) એ બુધવારે (22 નવેમ્બર) આ બાબતથી પરિચિત અધિકારીઓને ટાંકીને સમગ્ર અહેવાલ પ્રકાશિત કર્યો હતો. હાલમાં આ રિપોર્ટ પર ભારતના વિદેશ મંત્રાલય તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું ન હતું કે શું કાવતરાખોરોએ નવી દિલ્હીના વિરોધને કારણે તેમની યોજનાઓ બદલી હતી કે પછી FBIના હસ્તક્ષેપને કારણે કાવતરું નિષ્ફળ ગયું હતું. ભારતને રાજદ્વારી ચેતવણી ઉપરાંત, યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઓછામાં ઓછા એક શંકાસ્પદ સામે સીલબંધ આરોપ પણ દાખલ કર્યો છે, અહેવાલમાં જણાવાયું છે.

‘અમેરિકન સરકારે જવાબ દઆપવો પડશે’

અહેવાલ મુજબ, પન્નુએ તે વિશે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો કે શું યુએસ અધિકારીઓએ તેમને ષડયંત્ર વિશે ચેતવણી આપી હતી. જો કે, તેણે આ મામલામાં માત્ર એટલું જ કહ્યું હતું કે અમેરિકન સરકારને અમેરિકન ધરતી પર ભારતીય ઓપરેટિવ્સથી તેમના જીવને જે ખતરો છે તેનો જવાબ આપવો પડશે.

હરદીપ સિંહ નિજ્જરની જૂનમાં હત્યા કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂનમાં કેનેડાના વેનકુવરમાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા અને તેમને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. આ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

    follow whatsapp