Netherlands University: રોટરડેમમાં એક યુનિવર્સિટીમાં એક બંધુકધારી વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. આ મામલે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
Shooting at Netherlands University
નેધરલેન્ડના રોટરડૈમ શહેર ખાતે એક યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં અનેક લોકોનાં મોત નિપજ્યાં હોવાના સમાચાર છે. ઘટના અંગે પોલીસે કહ્યું કે, ગુરૂવારે રોટરડેમ શહેરમાં એક યુનિવર્સિટીના ક્લાસમાં એક બંધુકધારી વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં અનેક લોકોના મોત નિપજ્યાં હોવાની માહિતી છે. પોલીસે સોશિયલ મીડિયા પર કહ્યું કે, બંધુકધારીએ રોટરડેમ મેડિકલ સેન્ટર અને નજીકના એક ઘર પર પણ ગોળીબાર કર્યો હતો. જો કે થોડા જ સમય બાદ પોલીસે 32 વર્ષીય એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી.
સામે આવ્યો ઘટના સ્થળનો વીડિયો
ઓનલાઇન પોસ્ટ કરવામાં આવેલા ઘટના સ્થળના વીડિયોમાં જોઇ શકાય છે કે, ભારે હથિયારથીલેસ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને તેમણે વિદ્યાર્થીઓને બહાર ભાગવાનો નિર્દેશ આપ્યો. તેના 2 કલાક બાદ પોલીસે જણાવ્યુંકે, ફાયરિંગમાં અનેક લોકોના મોત નિપજ્યાં છે. હાલ પોલીસ પીડિત પરિવારના સભ્યોને માહિતી આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT