નવી દિલ્હી : એડલ્ટ ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રી કાગ્ની લિન કાર્ટરે 36 વર્ષની ઉંમરે આપઘાત કરી લીધો છે. તેના મોતના સમાચાર બાદ સમગ્ર ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. એક અઠવાડીયા પહેલા જ કાગ્નીએ ઇન્સ્ટા પોસ્ટ કરી હતી. તેના મોત બાદ ચાહકો અને તેના મિત્રો આઘાતમાં છે. તેના અંતિમ સંસ્કાર માટે ગો ફંડ સાઇટ્સ પરથી ફંડ એકત્ર કરી રહ્યા છે. તેનું કહેવું છેકે એકત્ર થયેલા પૈસા તેના અંતિમ સંસ્કાર અને ત્યાર બાદની વિધિ માટે વાપરવામાં આવશે. તેમ છતા જો પૈસા બચે છે તો તે અબોલ પશુઓની કેર કરવા માટે વપરાશે.
ADVERTISEMENT
અભિનેત્રી માનસિક વિક્ષિપ્ત અવસ્થામાં હતી
એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી કાગ્ની લાંબા સમયથી માનસિક રીતે વિક્ષિપ્ત હતી. જેના કારણે તે એટલી પરેશાન હતી કે, આખરે તેણે પોતાનો જીવ આપવાનું નક્કી કર્યું. તેના અંગે મળતી માહિતી અનુસાર કાગ્ની લિન કાર્ટર 2000 ના વર્ષમાં એડલ્ટ ફિલ્મોના ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. 2019 માં લોસ એન્જલ્સ અને પોલ ડાન્સિંગ પણ શરૂ કર્યું હતું. તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર પણ અનેક પોલ ડાન્સિંગના વીડિયો જોઇ શકાય છે. આ ઉપરાંત રિંગની સાથે ડાંસનો વીડિયો પણ તેના એકાઉન્ટ પર જોઇ શકાય છે.
અંતિમ પોસ્ટમાં પિંક બિકીનીમાં જોવા મળી હતી
તેણે એક અઠવાડીયા પહેલા અંતિમ તસ્વીર પોસ્ટ કરી હતી. જમાં તે પિંક બિકીનીમાં જોઇ શકાય છે. આ પોસ્ટમાં તેણે ફ્લોરિડામાં હોવાની માહિતી આપી હતી. આ અગાઉ તે રિંગની સાથે તથા પોલ ડાન્સ કરતી હોય તેવી તસ્વીરો પણ પોસ્ટ કરી હતી. હાલ તો સોશિયલ મીડિયા પર અનેક લોકો તેને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે. કાગ્ની એક ઉભરતી કલાકાર હતી. તેણે આ પ્રકારે હાર માનવી જોઇતી નહોતી. જ્યારે કેટલાક લોકો ફરી એકવાર પોર્ન ઇન્ડસ્ટ્રી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. પોર્ન ઇન્ડસ્ટ્રી એક એવા અંધકારમાં લઇ જાય છે કે જ્યાં મોત સિવાય કોઇ રસ્તો નથી રહેતો.
ADVERTISEMENT