મુંબઈઃ ગુજરાતના સ્ટાર તથા ઈન્ડિયન ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ અને તેમના પરિવાર સાથે એરપોર્ટ પર અપમાનજનક વર્તન થયું હતું. ઈરફાન અને તેમના પરિવારને વિસ્તારાના ચેક-ઈન કાઉન્ટર પર લગભગ દોઢ કલાક સુધી ઉભા રખાયા હતા. આ અંગે ઈરફાન પઠાણે જ આરોપ લગાવ્યો હતો. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે મારા સાથે પત્ની અને બાળકને પણ મુશ્કેલી વેઠવી પડી છે. અહીં સ્ટાફનું વર્તન પણ યોગ્ય નહોતું.
ADVERTISEMENT
ઈરફાન એશિયા કપની કોમેન્ટ્રી પેનલમાં જોડાયો
પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ બુધવારે એશિયા કપમાં કોમેન્ટ્રી કરવા માટે પરિવાર સાથે દુબઈ જવા માટે રવાના થઈ ગયો હતો. આ દરમિયાન તે મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યાં તેની સાથે એરપોર્ટ સ્ટાફે ઘણો દુર્વ્યવહાર કર્યો હતો. ઇરફાન પઠાણ જોકે ત્યારપછી દુબઈ જવા માટે રવાના થઈ ગયો હતો.
પત્ની અને બાળકો સાથે હતા
ઈરફાન પઠાણે ટ્વિટર પર પોસ્ટ શેર કરી લખ્યું કે બુધવારે મુંબઈથી દુબઈની ફ્લાઈટ યૂકે-201થી હું સવારી કરી રહ્યો હતો. આ દરમિયાન કાઉન્ટર પર મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મારી કન્ફર્મ ટિકિટમાં વિસ્તારાએ હેરાફેરી કરી દીધી હતી. આ સમસ્યાના સમાધાન માટે મને કાઉન્ટર પર દોઢ કલાક સુધી ઉભા રહેવું પડ્યું હતું. મારી સાથે મારા પરિવારને પણ મુશ્કેલી વેઠવી પડી હતી.
ઘણા યાત્રીઓએ આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો
પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે ગ્રાઉન્ડ સ્ટાફ ઘણા બહાના બનાવતા હતા અને તેમનું વર્તન પણ ખરાબ હતું. મારા સિવાય પણ ત્યાં ઘણા યાત્રીઓ હતા જેને આવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. મને સમજાતું નહોતું કે તેમણે ફ્લાઈટને ઓવરસોલ્ડ કેવી રીતે કરી લીધી અને મેનેજમેન્ટે આની મંજૂરી પણ કેવી રીતે આપી. હું ઓથોરિટીને નિવેદન કરું છું કે આ મુદ્દે જલદીથી કોઈ કાર્યવાહી કરે જેથી મને જેવા અનુભવ થયા એવો કોઈ બીજાને ન થાય.
વધુમાં ઈરફાન પઠાણે કહ્યું કે મને આશા છે કે તમે આ મુદ્દે ધ્યાન આપશો અને આ વિસ્તારમાં સુધારાઓ કરશો. તેમના આ ટ્વિટ પર પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ પણ રિપ્લાય કર્યું હતું. તેમણે લખ્યું કે હાઈ, એર વિસ્તારા, તમારા પાસેથી મને આવી આશા નહોતી.
ADVERTISEMENT