કેનેડામાં રસ્તો ક્રોસ કરતા ટ્રકની અડફેટે ગુજરાતી વિદ્યાર્થીનું મોત, 9 મહિના પહેલા અભ્યાસ માટે ગયો હતો

Canada Gujarati Student Accident: વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે. કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયેલા દહેગામના વિદ્યાર્થીને રસ્તો ઓળંગતા સમયે ટ્રકે ટક્કર મારી હતી.

Canada Accident

Canada Accident

follow google news

Canada Gujarati Student Accident: વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે. કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયેલા દહેગામના વિદ્યાર્થીને રસ્તો ઓળંગતા સમયે ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું મોત થયું હતું. ઘટનાને લઈને મૃતકોના પરિવાજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

9 મહિના પહેલા યુવક કેનેડા ગયો હતો

વિગતો મુજબ, ગાંધીનગરના દહેગામના શિયાવાડા ગામનો મિત નામનો યુવક 9 મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. જ્યાં તે બ્રેટમન સિટીમાં રહેતો હતો અને વોલમાર્ટમાં નોકરી કરતો હતો. અકસ્માતના દિવસે મીત સવારે પોતાના ઘરેથી વોલમાર્ટમાં નોકરી પર જવા નીકળ્યો હતો અને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન ટ્રકે ટેને એડફેટે લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

એકના એક પુત્રના નિધનથી પરિજનો શોકમાં

એકના એક પુત્રના આ રીતે મોતની ખબરથી પરિજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ગ્રામમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. નોંધનીય છે કે, વિદેશમાં ભારતીયોના મોતની આ વર્ષે અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. થોડા સમય પહેલા જ અમેરિકામાં પણ ભારતીય વિદ્યાર્થીનું વાહનની અડફેટે મોત થયું હતું. 

    follow whatsapp