અમેરિકામાં ગુજરાતી ઉદ્યોગપતિ દંપત્તીની ગોળી મારીને હત્યા, દિવસો બાદ ખબર પડી

અમદાવાદ : અમેરિકામાં વધુ એક વખત ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. જેના પગલે ગુજરાત સહિત તેમના વતનમાં પણ ભારે ગમગીનીનો માહોલ છવાયો છે. અરવલ્લીના…

gujarattak
follow google news

અમદાવાદ : અમેરિકામાં વધુ એક વખત ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. જેના પગલે ગુજરાત સહિત તેમના વતનમાં પણ ભારે ગમગીનીનો માહોલ છવાયો છે. અરવલ્લીના મેઘરજના દંપતીને ગોળી મારીને મૃત્યુ નિપજાવાયું હતું. જેના કારણે સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકનું વાતાવરણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં છેલ્લા થોડા સમયમાં ભારતીયોને નિશાન બનાવવાના કિસ્સામાં વધારો થયો છે.

મુળ મેઘરજના અને મોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ
અમેરિકામાં ગત તા. 6 ના રોજ મૂળ મેઘરજના શેઠ રજનીકાંત વલ્લભદાસ અને પત્ની નિરીક્ષાબેનની હત્યા કરી દેવાઇ હતી. આ મુદ્દે તપાસ હાથ ધરતા જૂની અદાવતમાં આ લોહિયાળ ઘટના બની હતી. આ મામલે મેઘરજના દંપતીના પરિવારજનોને આજે જાણ કરાતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. જો કે ઓથોરિટીએ આટલી મોડી કેમ જાણ કરી તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા સામે આવી નથી.

અમેરિકાના ઘરમાં ઘુસીને દંપત્તીની ગોળીમારીને હત્યા
અમેરિકામાં મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દંપતીની ક્રુર હત્યાની ઘટના બની છે. અમેરિકામાં ઘરમાં ઘુસીને દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ વતનમાં જાણ કરાતા મૃતકના પરિવારજનો અમેરિકા જવા માટે રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રજનીકાંત શેઠ ગત મહિને જ ભારતથી પરત અમેરિકા ગયા હતા.

પોલીસને હજી સુધી સ્પષ્ટ કારણ અંગે કોઇ માહિતી નથી
પોલીસ હાલ હત્યાનું સ્પષ્ટ કારણ જાણી આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. જો કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, જે વેપારી યુવાનને અગાઉ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા કોઈ સાથે કોઈ કારણસર વેર ઉભું થયું હતું. જેનો ખાર રાખી તેમની હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે.

    follow whatsapp