ગાજિયાબાદઃ દિલ્હીને અડીને આવેલા યુપીના ગાઝિયાબાદમાં મહંતનું માથું કાપી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. ઘટના ગાઝિયાબાદના સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં પશુપતિ અખાડાના મહંત પશુપતિ માર્કંડેયા ઉર્ફે પંકજ ત્યાગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ચીઠ્ઠીમાં શું લખ્યું?
આ પત્ર તેમને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીથી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. પત્રમાં તેને મારવા માટે તહરિર સંગઠન હિઝબના નામે લખવામાં આવ્યું છે. આ પત્ર મળ્યા બાદ પીડિત મહંતે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું છે કે મહંત પંકજ ત્યાગી, ‘તમે હિન્દુત્વની ખૂબ વાતો કરો છો. ઇસ્લામ સર્વોચ્ચ છે અને સર્વોચ્ચ રહેશે, તારે મરવું પડશે અને તારું માથું કાપી નાખવામાં આવશે. કોઈ સરકાર તને બચાવી શકશે નહીં. યોગી, મોદી પણ નહીં, તારું ઘર મળી ગયું છે.
સુરક્ષાને લઈને પરિવાર ભયમાં
આ પત્ર મળ્યા બાદ મહંત અને તેમનો પરિવાર તેમની સુરક્ષાને લઈને ડરી ગયો છે. આ પહેલા પણ મહંત માર્કંડેય પંકજ ત્યાગીને 4 વખત આવી જ ધમકી મળી ચુકી છે. હવે મહંતે ઘટના અંગે સ્થાનિક સાહિબાબાદ પોલીસને ફરિયાદ કરી છે. આ સમગ્ર મામલે સાહિબાબાદના એસીપી પૂનમ મિશ્રાએ જણાવ્યું કે મહંત પંકજ ત્યાગીને ભૂતકાળમાં પણ ઘણી વખત આવી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. હવે પોલીસે તાજા ધમકીના કેસમાં તપાસ શરૂ કરી છે. તપાસ ટીમ જલપાઈગુડી પણ જશે, જ્યાંથી આ ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો છે.
ADVERTISEMENT