ચીફ જસ્ટિસ ચંદ્રચુડના શપથ લીધાના સવા મહિનામાં SCએ 6800 કેસનો નિકાલ કર્યો, સમાધાનની ઝડપમાં 209%નો વધારો

નવી દિલ્હીઃ આપણે દેશમાં કાયદાકીય સ્થિતિ અને કેસ ચાલવા અંગે ક્યારેય કોઈ પણ સામાન્ય નાગરિકને પુછો તો તેના માનસ પર એક લાંબી લચક અને કંટાળા…

gujarattak
follow google news
નવી દિલ્હીઃ આપણે દેશમાં કાયદાકીય સ્થિતિ અને કેસ ચાલવા અંગે ક્યારેય કોઈ પણ સામાન્ય નાગરિકને પુછો તો તેના માનસ પર એક લાંબી લચક અને કંટાળા જનક કાર્યવાહીનું ચિત્ર દોડી આવે. કોર્ટ, હોસ્પિટલ અને પોલીસ મથકનું પગથિયું ચઢવું ન પડે તેવી પણ પ્રાથના કરતા લોકો આપણે જોયા હશે. જોકે તેનું મુખ્ય કારણ ઘણા એવું માને છે કે ઘટના પછી કેસમાં થતો ન્યાયનો વિલંબ, કારણ કે જ્યારે ન્યાય મળે છે ત્યારે તે ન્યાય કહેવાય કે નહીં તેના માટે પ્રશ્ન ઊભો થાય છે. જોકે હમણાં આપને અમે જે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને નિશ્ચિત જ આપના માનસ પર કોર્ટ માટે મહદ અંશે માન વધી જશે.
ડિસેમ્બરના બે જ અઠવાડિયામાં 5600 કેસનો નીકાલ
9 નવેમ્બરે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના શપથ લીધા બાદ સુપ્રીમ કોર્ટે પ્રથમ 1 મહિનામાં 7 દિવસમાં એટલે કે 16 ડિસેમ્બર સુધી કુલ 6844 કેસનો નિકાલ કર્યો હતો. છેલ્લા બે સપ્તાહમાં સમાધાનની ઝડપમાં 209 ટકાનો વધારો થયો છે. જેમાં 2511 જામીન અને કેસ ટ્રાન્સફર માટે દાખલ કરાયેલી અરજીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં 5898 નવા કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. ડિસેમ્બરના બે સપ્તાહમાં એટલે કે 5 થી 16 ડિસેમ્બર દરમિયાન સુપ્રીમ કોર્ટમાં 2697 નવા કેસ દાખલ થયા અને નિકાલની ઝડપ વધીને 5642 થઈ ગઈ. હવે સુપ્રીમ કોર્ટમાં 68,835 કેસ પેન્ડિંગ છે. પહેલા આ સંખ્યા 73 હજારની આસપાસ હતી.
આંકડાઓ પરથી સરકારને એક મેસેજ પણ…
આ આંકડાઓ પણ એવી રીતે જાહેર કરવામાં આવ્યા છે કે સરકારને એક સંદેશો આપી શકાય કે પેન્ડિંગ કેસ અને નાના કેસીસના પહાડ વિશે વાત કરીને વારંવાર આપવામાં આવતા ટોણાનો જવાબ આપી શકાય છે. તે કહી શકાય કે પેન્ડિંગ કેસીસમાં વ્યક્તિગત સ્વતંત્રતા સંબંધિત કેસીસની સંખ્યા અને નાગરિક માટે વ્યક્તિગત રીતે જીવનની સ્વતંત્રતા કેટલી મહત્વપૂર્ણ છે.
વ્યક્તિગત સ્વતંત્રતા અમૂલ્ય છેઃ જસ્ટિસ ચંદ્રચુડ
તાજેતરમાં, કાયદા અને ન્યાય પ્રધાન કિરણ રિજિજૂના નિવેદનોએ પેન્ડિંગ કેસના વધતા જતા બોજ અને જામીન અને કેસને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવા જેવા નાના કેસમાં સુપ્રીમ કોર્ટનો સમય પસાર કર્યો હતો. તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. બીજા દિવસે, મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે વીજળી ચોરીના કેસમાં 18 વર્ષની સજા પામેલા દોષિતને નિર્દોષ જાહેર કરતી વખતે અને મુક્ત કરતી વખતે ઘણી બાબતો કહી. આ મામલાને સામે રાખીને જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, અમારી સામે કોઈ પણ બાબત નાની નથી. વ્યક્તિગત સ્વતંત્રતા અમૂલ્ય છે. અમે તેના રક્ષક છીએ. અમે અમારી ઉંઘ અને આરામ ફક્ત આ માટે દાવ પર લગાવીએ છીએ.
(વીથ ઈનપુટઃ સંજય શર્મા, નવી દિલ્હી)
    follow whatsapp