નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે NSC, પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે, PPFના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વ્યાજ દરો 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. નાણા મંત્રાલયના નોટિફિકેશન અનુસાર જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા માટે કેટલીક બચત યોજનાઓ પર વ્યાજ દર 0.20થી વધારીને 1.10 ટકા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
‘મોદીના પિતાના અવસાનની વાત મળી ત્યારે…’- શું છે આ જુના Videoમાં
PF વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડિસેમ્બર ક્વાર્ટરની જેમ, તે માર્ચ ક્વાર્ટરમાં પણ 7.1% ના સ્તર પર રહે છે. સરકારે કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં વધારો કર્યો છે. 123 મહિના માટે કિસાન વિકાસ પત્રને ડિસેમ્બર ક્વાર્ટરમાં 7%ના દરે વ્યાજ મળતું હતું, જે હવે 7.2%ના દરે વ્યાજ મળશે.
SSY વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી
તે જ સમયે, સરકારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. દીકરીઓ માટે શરૂ કરાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર પણ 7.6 ટકા રાખવામાં આવ્યો છે.
આ યોજનાઓના વ્યાજ દરોમાં વધારો
કેન્દ્ર સરકારે એકથી પાંચ વર્ષની પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ પર ઉપલબ્ધ વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે. આ સિવાય સિનિયર સિટીઝન સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ માટે પણ વ્યાજ દરમાં વધારો થયો છે.
હીરા બાની પ્રાથના સભા વડનગરમાં યોજાશે, જાણો કાર્યક્રમ
વ્યાજ દરોમાં કેટલો વધારો થયો છે
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર 1 જાન્યુઆરીથી 7 ટકાના દરે વ્યાજ મળશે, જ્યારે હાલમાં તે 6.8 ટકા છે. તેવી જ રીતે 1 જાન્યુઆરીથી સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ પર 8 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. હાલમાં તે 7.6 ટકા છે. માસિક આવક યોજનાનો વ્યાજ દર પણ 6.7 ટકાથી વધીને 7.1 ટકા થશે. 1 થી 5 વર્ષના સમયગાળા માટે પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દર 1.1 ટકા વધશે.
અગાઉ પણ વધારો થયો હતો
અગાઉ ડિસેમ્બર ક્વાર્ટર માટે સરકારે કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો હતો. આ વધારો 0.30 બેસિસ પોઈન્ટનો થયો હતો. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓની સમીક્ષા કરે છે. આખરે નાણા મંત્રાલય આ નિર્ણય લે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT