સૈનિકોને ન્યૂ યર ગિફ્ટઃ વન રેંક વન પેન્શનમાં સંશોધન, હવે 25.13 લાખથી વધારે લોકોને મળશે લાભ

નવી દિલ્હીઃ One Rank One Pension Scheme Revised: કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે ભૂતપૂર્વ સૈનિકોને નવા વર્ષની ભેટ આપી હતી. સરકારે વન રેન્ક વન પેન્શન સ્કીમમાં ફેરફાર…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ One Rank One Pension Scheme Revised: કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે ભૂતપૂર્વ સૈનિકોને નવા વર્ષની ભેટ આપી હતી. સરકારે વન રેન્ક વન પેન્શન સ્કીમમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે વન રેન્ક વન પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો છે. પહેલા 20.60 લાખ પેન્શનધારકોને આ યોજનાનો લાભ મળતો હતો, પરંતુ હવે સુધારા બાદ 25 લાખને તેનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી રેવન્યુ પર પણ 8500 કરોડનો બોજ પડશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ અંતર્ગત જુલાઈ 2019 થી જૂન 2022 સુધીના સમયગાળા માટેનું એરિયર્સ અથવા બાકી પણ આપવામાં આવશે, જેમાં 23,638.07 કરોડ રૂપિયાની રકમ છે. તેમણે કહ્યું કે આનો લાભ તમામ સંરક્ષણ દળોમાંથી નિવૃત્ત અને ફેમિલી પેન્શનધારકોને મળશે.

વીઆરએસ લેનાર કર્મચારીઓને લાભ નહીં
બીજી તરફ, રાજનાથ સિંહે પણ કેબિનેટના આ નિર્ણય વિશે માહિતી આપતાં ટ્વીટ કર્યું – વડા પ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે સશસ્ત્ર દળોના પેન્શનરો/કૌટુંબિક પેન્શનરોના પેન્શનને વન રેન્ક વન પેન્શન હેઠળ 1 જુલાઈથી લાગુ કરવાની મંજૂરી આપી છે. 1 જુલાઈ 2019થી વન રેંક વન પેન્શન અંતર્ગત સંશોધનને મંજુરી આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 1 જુલાઈ 2014 પછી જે સંરક્ષણ કર્મચારીઓએ VRS (સ્વૈચ્છિક નિવૃત્તિ) લીધી છે તેમને તેનો લાભ નહીં મળે. તેમણે જણાવ્યું કે આ સમયગાળા બાદ લાભાર્થીઓની સંખ્યા વધીને 25,13,002 થઈ ગઈ છે, જેમાં સેવાનિવૃત સુરક્ષા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.


વન રેન્ક વન પેન્શન યોજના શું છે?
વન રેન્ક, વન પેન્શન (ઓઆરઓપી) એટલે સશસ્ત્ર દળોમાંથી નિવૃત્ત થતા સમાન રેન્કના અધિકારીઓ માટે સમાન પેન્શન, પછી ભલે તેઓ નિવૃત્ત થયા હોય એટલે કે 1980માં નિવૃત્ત થયેલા કર્નલ અને આજે નિવૃત્ત થનારા કર્નલ માટે સમાન પેન્શન.

આગામી એક વર્ષ સુધી મફત રાશન મળશે
કેન્દ્રીય કેબિનેટે ગરીબોને મફત અનાજ આપવા અંગે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના 80 કરોડ લોકોને એક વર્ષ માટે મફત રાશન લંબાવ્યું છે. તેનાથી કેન્દ્ર સરકાર પર 2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ગરીબોને રાશન માટે એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. સરકાર આ યોજના પર દર વર્ષે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, સરકાર અનુક્રમે 3,2,1 રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખા, ઘઉં અને બરછટ અનાજ આપે છે. સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર 2023 સુધી તે સંપૂર્ણપણે મફત રહેશે.

    follow whatsapp