ગુજરાત હાઈકોર્ટમાં 7 જજની નિયુક્તિની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરી ભલામણ

સંજય શર્મા.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટમાં 7 જજની નિમણૂક માટેની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઈકોર્ટના ન્યાયાધીશોની બઢતી તરીકે ભલામણ કરાઈ…

gujarattak
follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટમાં 7 જજની નિમણૂક માટેની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઈકોર્ટના ન્યાયાધીશોની બઢતી તરીકે ભલામણ કરાઈ હતી. જેમાં પાંચ ન્યાયીક પદભારીઓનો સમાવેશ થાય છે. આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ બેઠક મળી હતી. જે બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

હવામાન વિભાગની માવઠાની આગાહી પહેલા જ અંબાલાલ પટેલે શું કહ્યું હતું, જુઓ Video

બે વકીલન પણ સમાવેશ કરાયો
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુરુવારે તેની બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં સાત જજોની નિમણૂક કરવાની ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફના કૉલેજિયમની ભલામણમાં બે વકીલો અને પાંચ નીચલી કોર્ટના ન્યાયિક અધિકારીઓનો સમાવેશ થાય છે. કોલેજિયમની બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે એડવોકેટ દેવન મહેન્દ્રભાઈ દેસાઈ અને મોક્ષ કિરણ ઠક્કરને જજ તરીકે નિયુક્ત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે બઢતી માટે ભલામણ કરાયેલા પાંચ ન્યાયિક અધિકારીઓમાં સુસાન વી પિન્ટો, હંસમુખ ભાઈ ડી સુતાર, જિતેન્દ્ર ચંપક લાલ દોશી, મંગેશ આર માંગડે અને દિવ્યેશ કુમાર અમૃતલાલ જોશીનો સમાવેશ થાય છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp