રાયપુરઃ છત્તીસગઢના નવા રાયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસના 85મા પૂર્ણ અધિવેશનમાં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર વાકબાણ ચલાવ્યા છે. અધિવેશનના બિજા દિવસે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને આરએસએસએ તમામ સ્વાયત એજન્સીઓ પર કબ્જો કરી લીધો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદી દેશ માટે નહીં પણ પોતાના મિત્રોના માટે સત્તા ચલાવી રહ્યા છે. સોનિયાએ આ સાથે જ રાહુલ ગાંધીના વખાણ પણ કર્યા છે.
ADVERTISEMENT
નવસારી: પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા, બે બાળકો અડધા કલાકમાં નિરાધાર
રાહુલની ભારત જોડો યાત્રાના વખાણ કર્યા
સોનિયા ગાંધીએ પણ પોતાના ભાષણમાં રાહુલ ગાંધીના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાએ શાનદાર કામ કર્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, આ યાત્રામાં રાહુલ જે રીતે લોકો સુધી પહોંચ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી તે પ્રશંસનીય છે.
કોંગ્રેસે લોકશાહીને મજબૂત કરી
સોનિયાએ કહ્યું કે કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ એક માધ્યમ છે જેના દ્વારા લોકો સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય માટે લડે છે. અમે લોકોના અવાજને આગળ લઈ જઈએ છીએ અને તેમના સપના પૂરા કરીએ છીએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમારો રસ્તો સરળ નથી પરંતુ અમે ચોક્કસપણે જીતીશું. સોનિયાએ આ સાથે કહ્યું કે કોંગ્રેસે હંમેશા લોકશાહીને મજબૂત કરવાનું કામ કર્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT