સંજય શર્મા.નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની કંપનીઓ પર હિંડેનબર્ગ રિપોર્ટના મામલામાં સુપ્રીમ કોર્ટના કહેવા પર સરકાર પણ તપાસ માટે તજજ્ઞોની કમિટિ બનાવવા પર રાજી થઈ ગઈ છે. સરકાર કમિટિના સદસ્યોના નામ બુધવાર સુધી કોર્ટને સીલબંધ કવરમાં સોંપશે. આગામી સુનાવણી શુક્રવારે થશે. આ દરમિયાન સરકાર આ મામલામાં પોતાની દલીલોની યાદીબદ્ધ સારણી અરજકર્તાઓને પણ આપશે. સરકારે કોર્ટ પાસે દસ્તાવેજોની ગોપનીયતા બનાવી રાખવા કહ્યું છે.
ADVERTISEMENT
તપાસ કમિટિ રચાશે, પણ દસ્તાવેજી માહિતીઓ ગુપ્ત રખાશે
સોલિસિટર જનરલે કહ્યું કે, કમિટિ માટે પ્રસ્તાવિત નામોની યાદી સીલ બંધ કવરમાં જમા કરી દેવામાં આવે. સરકાર અન્ય દલીલો પણ અરજકર્તાઓને પુરી પાડે. સરકારે આ વાત પર સહમતી દર્શાવી કે આ મામલાની તપાસ માટે સંબંધિત વિષયોના તજજ્ઞોની કમિટિની રચના કરવામાં તેમને કોઈ વાંધો નથી. તેના પર કોર્ટે તેમને કમિટિના સદસ્યોના નામની ભલામણો મોકલવા માટે કહ્યું છે. જોકે દલીલોને અંગે અરજ કર્તાઓને સોંપવાના મુદ્દા પર સોલિસિટર જનરલે કહ્યું કે નોટની ગોપનિયતા સુનિશ્ચિત રહેવી જોઈએ.
અદાણી પર હિંડનબર્ગ કમિટિ પર સુનાવણીના દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સેબી અને બીજી નિયામક સંસ્થાઓ આ પ્રકારના સંજોગોથી લડવામાં સંપૂર્ણ રીતે સમર્થ અને સક્ષમ છે. પરંતુ કોર્ટ જો પોતાની તરફથી કોઈ કમિટિનું ગઠન કરે છે તો પણ સરાકરને વાંધો નથી. કોર્ટે એસજી તુષાર મહેતાએ કહ્યું કે, બુધવાર સુધી સરકાર કહે કે કમિટિમાં કોણ કોણ શામેલ થઈ શકે છે.
શુક્રવાર સુધી ટળી સુનાવણી
કેન્દ્ર સરકાર કમિટિની રચનાને લઈને તૈયાર થઈ ગઈ છે. આ કમિટિ સલાહ આપશે કે હાલની નિયામક વ્યવસ્થાને કેવી રીતે યોગ્ય કરી શકાય. સાથે જ ઈન્વેસ્ટર્સના હિતોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય. આ અંગેની સુનાવણી શુક્રવાર પર ટળી છે.
ADVERTISEMENT