મોદીનું જેકેટ જ નહીં ખડગેના સ્કાફની પણ ચર્ચાઃ BJPનો દાવો- આ 56 હજારનું છે

નવી દિલ્હીઃ સંસદમાં આજે અદાણીના મામલામાં પ્રધાનમંત્રી તરફથી કોઈ સ્પષ્ટ ફોડ પાડવામાં આવી નથી. ત્યારે સોશ્યલ મીડિયા પર એક અલગ જ મુદ્દા પર ચર્ચા શરૂ…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ સંસદમાં આજે અદાણીના મામલામાં પ્રધાનમંત્રી તરફથી કોઈ સ્પષ્ટ ફોડ પાડવામાં આવી નથી. ત્યારે સોશ્યલ મીડિયા પર એક અલગ જ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ છે. સોશ્યલ મીડિયા પર સવારથી જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેના સ્કાફ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જેકેટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્લાસ્ટીક બોટલ્સને રિસાયકલ કરીને બનાવવામાં આવેલા ખાસ જેકેટ કે જે તેમને ભેટ સ્વરૂપે મળ્યો હતો તે પહેરીને સંસદ આવ્યા હતા. આ તરફ મલ્લિકાર્જુન ખડગે પણ એક ફ્રાન્સની ફેશન બ્રાન્ડ લુઈ વિટોનું મફલર પહેરીને સંસદમાં આવ્યા હતા.

‘અદાણી મિત્ર નથી તો…’- રાહુલ ગાંધીનો નરેન્દ્ર મોદીના પલટવાર સામે ફરી સવાલ

ભાજપ પ્રવક્તાએ શું કહ્યું?
ઉપરોક્ત બંને તસવીરોને સાથે મુકીને ભાજપ આઈટી સેલ દ્વારા તો નિશાન તાકવામાં આવ્યું જ છે જ્યારે ભાજપે એવો પણ દાવો કર્યો છે કે ખડગેએ જે સ્કાફ પહેર્યો છે તેની કિંમત 56 હજાર રૂપિયા છે. આ તસવીરોને સોશ્યલમ મીડિયા પર શેર કરતા ભાજપ પ્રવક્તા શહબાજ પૂનાવાલાએ લખ્યું છે કે, ટસ્ટ અપના અપના, મેસેજ અપના અપના, પીએમ મોદી પોતાની જેકેટથી સતત વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનો ગ્રીન મેસેજ આપી રહ્યા છે, ત્યાં ખડગે જીએ મોંઘું લૂઈ વિટો સ્કાફ પહેરેલું છે. પણ હું કોઈ જજમેન્ટ નથી આપી રહ્યો. આ તસવીર સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

    follow whatsapp