નવી દિલ્હીઃ દેશ દુનિયાને ઓઆરએસના પ્રણેતાએ આપેલી ભેટ કેવી રીતે ભુલાય, દિલીપ મહાલનાબીસને મેડિસિન (બાળ ચિકિત્સા) ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ (મરણોત્તર)થી સન્માનીત કરવામાં આવશે. 26મી જાન્યુઆરીએ 74મા ગણતંત્રદિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડ્સની સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવી હતી. 26 વ્યક્તિઓને આ એવોર્ડમાં સમાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
લગ્ન પહેલા અક્ષરે મેહાને આપી વૈભવી કાર, વડોદરામાં મેહા પટેલ સાથે લેશે ફેરા, થઈ મહેંદી
ORSના કારણે મૃત્યુ દરમાં મોટો ઘટાડો
હાલ આપણે વાત કરીએ આ 26 પૈકીના એક એવા ડો. દિલીપ મહાલનોબિસની તો, તેઓ મૂળ પશ્ચિમ બંગાળના છે અને તેમને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. તેમને આ સન્માન ઓઆરએસના પ્રણેતા બની તેના ઉપયોગ અને અસરકારકતા લઈને તેના ઉપયોગની પહેલ કરી છે. તેમણે કરેલા આ કાર્યો પછી જાણી શકાયું છે કે તેના કારણે 93 ટકા મૃત્યુ દરમાં ઘટાડો નોંધયો છે જેનું કારણ ઝાડા, કોલેરા જેવા રોગો હતા જેમાં ખાસ કરીને બાળકો પણ મૃત્યુ પામતા હતા.
ADVERTISEMENT