નારાજગીના સમાચારો વચ્ચે NCPની ઈફ્તાર પાર્ટીમાં શરદ પરવાર સાથે શામેલ થયા અજિત પવાર

નવી દિલ્હીઃ NCP વડા શરદ પવારે ભત્રીજા અજિત પવાર દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં બંને વચ્ચે અણબનાવના અહેવાલોને ફગાવી દીધા હતા. મુંબઈના જીમખાનામાં આયોજિત આ ઈફ્તાર…

NCP વડા શરદ પવારે ભત્રીજા અજિત પવાર દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં બંને વચ્ચે અણબનાવના અહેવાલોને ફગાવી દીધા હતા.

NCP વડા શરદ પવારે ભત્રીજા અજિત પવાર દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં બંને વચ્ચે અણબનાવના અહેવાલોને ફગાવી દીધા હતા.

follow google news

નવી દિલ્હીઃ NCP વડા શરદ પવારે ભત્રીજા અજિત પવાર દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં બંને વચ્ચે અણબનાવના અહેવાલોને ફગાવી દીધા હતા. મુંબઈના જીમખાનામાં આયોજિત આ ઈફ્તાર પાર્ટીમાં બંને નેતાઓ સાથે જોવા મળ્યા હતા. આ બે NCP નેતાઓ ઉપરાંત સુપ્રિયા સુલે, દિલીપ વાલસે-પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ સહિતના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ ઈફ્તાર પાર્ટીમાં સામેલ થયા હતા.

અજિત પવારે શું કહ્યું
મંગળવારે અજિત પવાર શરદ પવાર સાથેના અણબનાવ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નથી અંતર કરતા જોવા મળ્યા હતા. તેમણે તે દરમિયાન કહ્યું કે મીડિયા જાણી જોઈને આવા સમાચાર ફેલાવી રહ્યું છે. આવી અફવાઓમાં કોઈ સત્ય નથી. હું NCP સાથે હતો અને આગળ પણ NCP સાથે રહીશ.

સલમાન-શાહરૂખ કે આમિર ત્રણેય ખાનમાંથી કોણ સૌથી વધારે અમીર? જાણો કોની પાસે કેટલી સંપત્તી અને

નામ લીધા વગર યુપી સરકાર પર સાધ્યું નિશાન
આ બધાની વચ્ચે શરદ પવારે પણ માફિયા અતીક અહેમદની હત્યાને લઈને યુપી સરકાર પર ઈશારાથી નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ દેશ બંધારણથી ચાલે છે. કોઈનું નામ લીધા વિના પવારે કહ્યું કે જો સત્તાધારી દળો બંધારણ અને કાયદાની અવગણના કરીને પગલાં લેવાની આદત પાડશે તો આપણે ખોટા રસ્તે જઈશું.

તેમણે કહ્યું કે જો કાયદા અને બંધારણને ભૂલીને કાયદો હાથમાં લેવાનું કહેવામાં આવે અને એવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે તો તે દેશ માટે સારું નથી.

સીએમ શિંદે અને ભાજપ અંગે આપવામાં આવ્યું હતું નિવેદન
તમને જણાવી દઈએ કે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે અણબનાવના સમાચાર ગયા અઠવાડિયે સામે આવ્યા હતા જ્યારે અજિત પવારે અચાનક તેમની મીટિંગ રદ કરી હતી. અને આ પછી તેણે બીજેપી અને સીએમ શિંદે વિશે એવું નિવેદન આપ્યું, જેનાથી અટકળો શરૂ થઈ ગઈ કે તે હવે બીજેપી અને શિંદે જૂથ તરફ ઝૂકી રહ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp