નાગાલેન્ડઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે મેઘાલયના ચુમુકેદિમા ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના ઘણા બીજા નેતાઓ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીઓ છે જેને લઈને ભાજપ નેતાઓ દ્વારા તેઓ ચૂંટણી પ્રચાર માટે અહીં આવ્યા હોવાનું ગુરુવારે કહ્યું હતું. અહીં સ્થાનીક નેતાઓ સાથે તેમણે પારંપરિક વેશભૂષા સાથે સંબોધન કર્યું હતું. BJP અને NDPPના ગઠબંધનની આ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધન કર્યું હતું.
ADVERTISEMENT
ગુજરાતના આદિવાસી યુવાનની ‘માંઝી દ માઉંટન મેન’ જેવી કહાનીઃ ‘તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં’
કોંગ્રેસને પાપોની સજા મળી રહી છેઃ નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ નાગાલેન્ડ સામે જોતા પણ નથી, તેમણે ક્યારેય મહત્વ આપ્યું નથી. કોંગ્રેસના શાસનમાં નાગાલેન્ડમાં પોલિટિકલ ઈન્સ્ટેબિલિટી રહી. દિલ્હીથી રિમોન્ટ કન્ટ્રોલથી ચલાવી. દિલ્હીમાં પહેલાથી જ ફેમિલિ ફર્સ્ટ વાળી વિચારધારા હતી. તેથી આજે કોંગ્રેસને નોર્થ ઈસ્ટ તેને પાપોની સજા આપી રહ્યું છે. ભાજપના પાર્ટી પ્રેસીડેન્ટ ટીમજેન ઈમનાને સોશ્યલ મીડિયા પર હું જોવાનો પ્રયત્ન કરતો રહું છું. તેમને હવે આખો દેશ સાંભળે છે, મજા લે છે. આવો તેમના શબ્દો તેમના જ મોઢે સાંભળીએ, જુઓ વીડિયો
ADVERTISEMENT