વિક્રાંત ચૌહાણ.મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી વિસ્તારોના નામોને બદલીને કોઈ એક ધર્મને સંલગ્ન થાય તેવા નામ રાખવાની માગો ઉઠી રહી છે, ત્યાં ઘણા એવા વિસ્તારો, શહેરોના નામ પણ બદલાયા છે. તેવા સંજોગોમાં હવે મુંબઈમાં મુમ્બ્રા રેલવે સ્ટેશનનું નામ બદલી તેને મુમ્બ્રા દેવી કરી દેવાની માગ ઉઠવા પામી છે. ભાજપના નેતા દ્વારા આ માગણી કરવામાં આવી છે.
ADVERTISEMENT
‘અદાણી મિત્ર નથી તો…’- રાહુલ ગાંધીનો નરેન્દ્ર મોદીના પલટવાર સામે ફરી સવાલ
ભાજપ નેતા મોહિત કોમ્બોઝે કરી માગ
મુમ્બ્રા રેલવે સ્ટેશનનું નામ બદલી નાખવાની માગ હવે થવા લાગી છે. આ માગ ભાજપ નેતા મોહિત કોમ્બોઝ દ્વારા ઉઠાવવામાં આવી છે. મોહિત કોમ્બોઝ દ્વારા એક સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પછી મુમ્બ્રા રેલવે સ્ટેશનને લઈને રાજનૈતિક હલચલ તેજ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને સંબોધિત કરતા મોહિતે માગ કરી છે કે મુમ્બ્રા રેલવે સ્ટેશનનું નામ મુમ્બ્રા દેવી કરવામાં આવે.
નામ બદલવાની માગ સાથે રાજનીતિ
આપને અહીં જણાવી દઈએ કે કલવા મુમ્બ્રા વિધાનસભા બેઠક પરથી રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જીતેન્દ્ર અવ્હાડનો ત્યાં દબદબો છે. અને કમ્બોઝનું આ ટ્વીટ ક્યાંકને ક્યાંક નેતા જીતેન્દ્રને આગામી ચૂંટણીમાં ભાજપ દ્વારા ઘેરવાની એક રાજનીતિનો પૈતરો હોય તે રીતે જોવામાં આવી રહ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT