મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈના મેરોલમાં દાઉદી બોહરા સમાજના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કહ્યું કે હું અહીં ન તો વડાપ્રધાન તરીકે છું ન મુખ્યમંત્રી તરીકે. મારી પાસે જે સૌભાગ્ય છે, તે કદાચ બહુ ઓછા લોકોને મળ્યું છે. હું આ પરિવારથી 4 પેઢીથી જોડાયેલો છું. બધી જ 4 પેઢીઓ મારા ઘરે આવી ચુકી છે. આમ તેમણે સમાજ સાથેનો નાતો પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અલજામિયા-તુસ-સૈફિયાહ પરિસર અને પરિવારનો પ્રવાસ કરવો મારા પોતાના પરિવારનો પ્રવાસ કરવા જેવું છે અને હું તમને અનુરોધ કરું છું કે મને પ્રધાનમંત્રીના રૂપે સંબોધિત ના કરો કારણ કે આ મારો પરિવાર છે અને હું ઘરે છું.
ADVERTISEMENT
અમદાવાદઃ પાણી સમજી પિતાના ખિસ્સામાંથી દારુ લઈ પી ગયું બાળક, લથડિયા ખાતો Video સામે આવતા
પીએમ મોદીએ કહ્યું કે દાઉદી બોહરા સમુદાયે હંમેશા સમય અને વિકાસ સાથે પરિવર્તનના ત્રાજવા પર પોતાને સાબિત કર્યું છે. આજે અલ્જામી-તુસ-સૈફીયાહ જેવી મહત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થાઓનું વિસ્તરણ તેનું જીવંત ઉદાહરણ છે. સમુદાય, સમાજ કે સંસ્થાની ઓળખ તે સમય સાથે તેની સુસંગતતા કેટલી જાળવી રાખે છે તેના પરથી નક્કી થાય છે. દાઉદી બોહરા સમુદાયે સમયાંતરે પરિવર્તન અને વિકાસની આ કસોટી પર હંમેશા પોતાની જાતને સાબિત કરી છે.
બનાસકાંઠામાં સર્જાયો જીવલેણ અકસ્માત, હિટ એન્ડ રનની આશંકામાં બાળકી સહિત ચાર લોકોના મોત
‘બોહરા સમુદાય સાથેનો નાતો કોઈનાથી છુપાયેલા નથી’
પીએમએ કહ્યું કે દાઉદી બોહરા સમુદાય સાથે મારો નાતો જૂનો જ નથી, પરંતુ તે કોઈનાથી છુપાયેલો પણ નથી. મારી એક મુલાકાત દરમિયાન, મેં સૈયદના સાહેબને 98 વર્ષની ઉંમરે 800 થી વધુ વિદ્યાર્થીઓને ભણાવતા જોયા. એ ઘટના મને આજ સુધી પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે હું માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ ક્યાંક જાઉં છું, મારા બોહરા ભાઈ-બહેનો મને મળવા ચોક્કસ આવે છે. તેઓ દુનિયાના ગમે તે ખૂણામાં હોય, ગમે તે દેશમાં હોય, ભારત માટે તેમની ચિંતા અને ભારત પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં હંમેશા દેખાય છે.
અમેરિકામાંથી શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાની ચોરી, આવડુ વિશાળ સ્ટેચ્યું ચોરાયું કોઇને ખબર જ નથી
‘આપણે શિક્ષણનું ગૌરવ પાછું લાવવું પડશે’
PM એ કહ્યું કે જ્યારે પણ મને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ સાથે વાત કરવાનો મોકો મળ્યો ત્યારે તેમની સક્રિયતા અને સહકાર મને હંમેશા ઉર્જાથી ભરી દે છે. હું ગુજરાતથી દિલ્હી આવ્યો પછી પણ તે મારા પર પ્રેમ વરસવતા રહ્યા. શિક્ષણ ક્ષેત્રે ભારત એક સમયે નાલંદા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓનું કેન્દ્ર હતું. દુનિયાભરમાંથી લોકો અહીં શીખવા અને અભ્યાસ કરવા આવતા હતા. જો આપણે ભારતનું ગૌરવ પાછું લાવવું હોય તો શિક્ષણનું ગૌરવ પણ પાછું લાવવું પડશે.
દેવાયત ખાવડના શિવરાત્રી સહિતના કાર્યક્રમોનું શું થશે? જાણો જમીન અરજીનું શું થયું
દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ખોલી રહ્યા છીએઃ મોદી
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, આજે ભારતીય શૈલીમાં ઘડાયેલી આધુનિક શિક્ષણ પ્રણાલી દેશની પ્રાથમિકતા છે. આ માટે અમે દરેક સ્તરે કામ કરી રહ્યા છીએ. છેલ્લા 8 વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં યુનિવર્સિટીઓ ખુલી છે અને અમે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ખોલી રહ્યા છીએ. પીએમ મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે મુંબઈમાં બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. એક મહિનાથી ઓછા સમયમાં પીએમની મહારાષ્ટ્રની આ બીજી મુલાકાત છે.
જુઓ કેટલીક ખાસ તસવીરો
ADVERTISEMENT