Breaking: તુર્કી ભૂકંપમાં એક ભારતીયએ પણ ગુમાવ્યો જીવ, હોટલના કાટમાળ નીચે મળી લાશ

અંકારાઃ ભૂકંપ પછીથી તુર્કી અને સીરિયાથી ફક્ત તબાહીની તસવીરો સામે આવી રહી છે. બંને દેશોને મળીને અત્યાર સુધી 26,000થી વધારે લોકોના જીવ જઈ ચુક્યા છે.…

gujarattak
follow google news

અંકારાઃ ભૂકંપ પછીથી તુર્કી અને સીરિયાથી ફક્ત તબાહીની તસવીરો સામે આવી રહી છે. બંને દેશોને મળીને અત્યાર સુધી 26,000થી વધારે લોકોના જીવ જઈ ચુક્યા છે. આ દુર્ઘટનામાં એક ભારતીયએ પણ જીવ ગુમાવ્યો છે.

તુર્કીમાં હાજર ભારતીય દૂતાવાસે આ અંગે જાણકારી આપી છે કે 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપ પછીથી ખોવાયેલા ભારતીય નાગરિક વિજય કુમારનો મૃત દેહ આજે મળ્યો છે. તુર્કીના માલટ્યામાં એક હોટલના કાટમાળમાંથી તેમની લાશ મળી છે. જાણકારી મુજબ તે એક બિઝનેસ ટ્રિપ પર તુર્કી ગયા હતા.

લાશને ભારત લાવવાની તૈયારી
દૂતાવાસે વિજય કુમારના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે માહિતી પણ આપી છે કે અમે તેમના પાર્થિવ શરીરને જલ્દીથી જલ્દી તેમના પરિવાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

    follow whatsapp