નવી દિલ્હીઃ BBC Documentaryને લઈને ચાલી રહેલો વિવાદ આજે ફરી ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે BBCની મુંબઈ (Mumbai) અને દિલ્હી (Delhi) સ્થિત ઓફસ પર આવકવેરા વિભાગ (IT Raid) ની સર્વેની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીને લઈને કોંગ્રેસે BBC Documentaryના વિવાદ સાથે જોડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ અઘોષિત કટોકટી છે. BBC સામેની કાર્યવાહીને લઈને BBC Documentary વિવાદ પણ કેન્દ્ર સ્થાને આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોમાં દર્શાવાયેલી બાબતોને લઈને આ Documentary વિવાદમાં આવી હતી. તો આવો જાણીએ કે શું છે આ વિવાદમાં…
ADVERTISEMENT
BBCની દિલ્હી ઓફીસમાં ITની રેડ, ‘વિનાશકાળે વિપરિત બુદ્ધી’- કોંગ્રેસ
શું છે ડોક્યુમેન્ટ્રીમાં?
સર્વ પ્રથમ વાત કરીએ તો બીબીસીની ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. જે ડોક્યુમેન્ટ્રી પર ભારત વિરોધી એજન્ડા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો. અને ભારત સરકારે હાલ તેને પ્રતિબંધિત પણ જાહેર કરી દીધી છે. આપને અહીં જણાવી દઈએ કે આ ડોક્યુમેન્ટ્રી વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમ્યુનલ રાયોટ્સ પર બનાવવામાં આવેલી છે. ડોક્યુમેન્ટ્રીનો પહેલો ભાગ જ્યારે રિલિઝ થયો અને ડોક્યુમેન્ટ્રીનો બીજો ભાગ જાહેર થવાનો હતો ત્યારે જ તે વિવાદોમાં સપડાઈ ગઈ હતી. ડોક્યુમેન્ટ્રીમાં 2002ના રમખાણોની તપાસનો દાવો કરવામાં આવ્યો છે કે રમખાણોને લઈને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ છે.
ડોક્યુમેન્ટ્રી આવ્યા પછી શું હતા રિએક્શન્સ
આ મામલે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે, કેટલાક લોકો બીબીસીને એસસીથી ઉપર માને છે. ત્યાં જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે નિષ્પક્ષ નથી, મોદી સામેનો દુષ્પ્રચાર છે. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા કે શું ગોડશે પર બનેલી ફિલ્મ પર પણ પ્રતિબંધ મુકશો? આ ડોક્યૂમેન્ટ્રી પર અગાઉ અમેરિકાનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં કહેવાયું હતું કે, બીબીસીની ડોક્યુમેન્ટ્રીથી પરિચિત નથી, ભારતના મુલ્યોથી બહુ પરિચિત છે. પાકિસ્તાનની પત્રકારના સવાલ પર જવાબ આપતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફી સ્ટેટ સ્પોક્સ નેડ પ્રાઈઝે કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે ઘનિષ્ઠ રાજનૈતિક, આર્થિક અને અસાધારણરૂપથી ઊંડા સંબંધો છે. આપણા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રી પ્રોપેગૈંડા પીસ છે. હેતુ એક રીતે નૈરેટિવ રજૂ કરવાનો છે. નૈરેટિવને લોકો પહેલા જ ફગાવી ચુક્યા છે. ડોક્યુમેન્ટ્રી પાછળના એજન્ડા પર વિચાર કરવા મજબુર થવાય છે. ડોક્યુમેન્ટ્રી પ્રધાનમંત્રી પર લગાવેલા આરોપોનું ખડન કરીએ છીએ. તેમાં પૂર્વગ્રથી પ્રેરિત, નિષ્પક્ષતાની ઉણપ છે.
Valentine’s Day: મોડાસામાં 12 વર્ષથી બીમાર પત્નીની સેવા કરી પ્રેમની અભિવ્યક્તિ
મામલો છે સુપ્રીમમાં
બીબીસીની વિવાદીત ડોક્યુમેન્ટ્રીનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને અગાઉ ડોક્યુમેન્ટ્રી પરના પ્રતિબંધને પડકારતા અરજીઓ થઈ તેના પર કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ત્રણ અઠવાડિયામાં જવાબ માગ્યો હતો. આગામી સુનાવણી એપ્રીલમાં થવાની છે. કોર્ટની સુનાવણી બાદ ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગને મામલે વધુ સ્પષ્ટતા થશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ સંજીવ ખન્ના અને એએમ સુંદ્રેશની બેચએ એન રામ, મહુવા મોઈત્રા, પ્રશાંત ભૂષણ અને એમએલ શર્માની અરજીઓ પર સુનાવણી કરી હતી. અરજીમાં સરકારના ફેસલાને મનસ્વિ, દુર્ભાગ્યપૂર્ણ અને અસંવૈધાનીક કહ્યો છે. આ દરમિયાન અરજકર્તાઓના વકીલ સીયુ સિંહે કહ્યું, આ એક એવો મામલો છે જ્યાં સાર્વજનિક ડોમેનમાં આદેશ આપ્યા વગર ઈમર્જન્સી શક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્વીટ બ્લોક કરી દેવાયા છે. ડોક્યુમેન્ટ્રીથી પ્રતિબંધ હટાવી લેવો જોઈએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT