નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણીને બચાવવાના સતત આરોપો લાગી રહ્યા છે ત્યારે આજે બુધવારે સંસદમાં જ્યારે વડાપ્રધાન બોલી રહ્યા હતા ત્યારે દરેકની મીટ મંડાઈ હતી કે તેઓ અદાણી મામલામાં કાંઈક ફોડ પાડશે. જોકે તેમણે સીધી રીતે અદાણી મામલામાં કશી જ વાત કરી ન હતી. તથા વિપક્ષ પર તેમણે આકરા વાકબાણ ચલાવી પલટવાર કર્યો હતો. જોકે તેમના પલટવારને જોતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો અદાણી મિત્ર નથી તો પ્રધાનમંત્રીએ કેમ આ મામલે કાંઈ જ ન કહ્યું?
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા આપી સૂચના કહ્યું, અજવાળુ હોય ત્યાં સુધી ઓફિસમાં લાઈટનો ઉપયોગ
હિડનબર્ગના રિપોર્ટ પછી દુનિયાના ધનિકોની યાદીમાંથી સડસડાટ નીચે આવી રહેલા અદાણી ગ્રુપ પર સતત સવાલો થઈ રહ્યા છે સાથે જ અદાણી ગ્રુપમાં ઈનવેસ્ટ કરનાર અને તેમાં લોન આપનાર એસબીઆઈ અને એલઆઈસી સહિતની સંસ્થાનો પર પણ આંગળીઓ ચિંધાઈ રહી હતી. દરમિયાનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગતરોજ મંગળવારે પ્રધાનમંત્રીને સીધા સવાલ કર્યા હતા કે કેમ અદાણીને સરકાર દ્વારા ઘણા ધંધાઓમાં લાલ જાજમ બીછાવવામાં આવે છે. નરેન્દ્ર મોદી જ્યાં પ્રવાસે જાય છે તે દેશમાં અદાણી માટે ધંધો લઈ આવે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, શ્રીલંકાની સરકાર પર નરેન્દ્ર મોદી દ્વારા દબાણ કરીને અદાણીને કોન્ટ્રાક્ટ્સ અપાવ્યા છે.
Parliament session: PM મોદીનો પલટવાર, અદાણી મામલે આડકતરો ટોંણો
વડાપ્રધાને શું કહ્યું…
2014થી સતત આલોચના કરે છે, ભારત કમજોર થઈ રહ્યું છે, હવે કહી રહ્યા છે, ભારત એટલું મજબુત થયું છે કે બીજા દેશોને ધમકાવીને નિર્ણય કરાવે છે. પહેલા એ તો નક્કી કરો કે ભારત કમજોર થયું છે કે મજબુત થયું છે. દેશવાસીઓનો જે મોદી પર ભરોસો છે તે આમની સમજથી ઘણો બહાર છે. મફત રાશન મેળવનારા 80 કરોડ દેશવાસીઓ આમના પર ભરોસો કરશે?, જે ખેડૂતોના ખાતામાં સરકારના રૂપિયા યોજનાને અંતર્ગત આવતા હોય તે તમારી વાતમાં કેમ વિશ્વાસ કરશે? 3 કરોડથી વધારે લોકોને પાકા મકાન આપ્યા છે તે આ જુઠી વાતો પર શું ભરોસો કરશે? 9 કરોડને મફત ગેસ કનેક્શન મળ્યા છે તે શું વિશ્વાસ કરશે? શૌચાલય મળ્યા છે તે તમારા પર શું વિશ્વાસ કરશે? 8 કરોડ માતાઓ જેમને નળથી જળ મળ્યું છે તે તમારી ગાળોને કેમની સ્વિકારશે? આમ તેમણે અદાણી મામલામાં તેમના પર કરવામાં આવેલા આક્ષેપોને વાળી લીધા હતા.
ભાવનગરમાંઃ પત્નીની હત્યા કરી પતિ ભાગ્યો તો રસ્તામાં મળ્યું આવું કમકમાટી ભર્યું મોત
નરેન્દ્ર મોદીના પલટવાર પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ આ મામલે કહ્યું કે, તપાસની વાત તેમણે નથી કરી, ડિફેન્શ ઈન્ડસ્ટ્રી, બેનામી પૈસા અંગે પ્રધાનમંત્રીએ કાંઈ ન કહ્યું. મતલબ પ્રધાનમંત્રી તેમની રક્ષા કરી રહ્યા છે. નેશનલ સિક્યુરિટી, ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મામલો છે. પ્રધામંત્રીએ એટલું તો કહેવું હતું કે ઠીક છે અમે તપાસ કરીશું, મામલામાં શું છે. મોટુ કૌભાંડ છે છતા તે મામલે પ્રધાનમંત્રીએ કશું જ નથી કહ્યું.
ADVERTISEMENT