જેક્લીન ફર્નાન્ડિસે માતાને મળવા બહેરીન જવાની પરવાનગી માગતી અરજી કોર્ટમાંથી પાછી ખેંચીઃ જાણો કઈ મજબૂરી

નવી દિલ્હીઃ જેકલીન ફર્નાન્ડિસે તેની માતાને મળવા બહેરીન જવાની પરવાનગી આપતી અરજી કોર્ટમાંથી પાછી ખેંચી લીધી છે. જેકલીન હાલ ઈડીના સકંજામાં છે ત્યારે તેણે વકીલ…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ જેકલીન ફર્નાન્ડિસે તેની માતાને મળવા બહેરીન જવાની પરવાનગી આપતી અરજી કોર્ટમાંથી પાછી ખેંચી લીધી છે. જેકલીન હાલ ઈડીના સકંજામાં છે ત્યારે તેણે વકીલ દ્વારા કોર્ટમાં પોતાની બીમાર માતાને મળવા બહેરીન જવાની પરવાનગી મળે તે માટે અરજી કરી હતી. પટીયાલા કોર્ટમાં આ અંગે અરજી આવતા આજે ગુરુવારે સુનાવણી થઈ હતી. જોકે તેણે આ અરજી પછીથી પાછી ખેંચી લીધી હતી. ચાલો જાણીએ કઈ મજબૂરીમાં જેકલીને આ નિર્ણય લીધો!

કોર્ટમાં થયા આવા સવાલ જવાબ
પટિયાલા હાઉસ કોર્ટમાં બપોરે લગભગ 3.15 વાગ્યે જેકલીનને વિદેશ જવાની માંગ કરતી અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. ત્યારબાદ કોર્ટે સીધો સવાલ કર્યો કે શું તમે બહેરીનના વિઝા લીધા છે? જેકલીનના વકીલે કહ્યું કે તેની પાસે પહેલાથી જ વિઝા છે.

કોર્ટે આગળ પ્રશ્ન પૂછ્યો કે તપાસ નિર્ણાયક તબક્કે છે. આ સ્થિતિમાં જવાની શું જરૂર છે? અમે સમજીએ છીએ કે આ તમારા માટે ભાવનાત્મક બાબત છે. તમે તમારી બીમાર માતાને મળવા માંગો છો. પરંતુ આ કેસમાં આરોપો ઘડવાના બાકી છે. પહેલા આરોપો ઘડવા દો. આવી એપ્લિકેશન ફરી ક્યારેક જોઈશું.

કોર્ટે જેકલીનના વકીલને કહ્યું કે તમે પહેલા જેકલીન સાથે આ અંગે વાત કરો. તમે અરજી પાછી ખેંચી શકો છો. જેકલીનના વકીલે કહ્યું કે મારા તરફથી કોઈ ઉણપ નથી. મેં ક્યારેય નિયમો તોડ્યા નથી. અમે જામીનની શરતો પણ સ્વીકારી છે. EDના વકીલે કહ્યું કે આ મામલો અત્યંત નાજુક તબક્કે છે. જેકલીન વિદેશી નાગરિક છે તેના માટે હવે બહેરીન જવું યોગ્ય નથી. ચોક્કસપણે ટ્રાયલ માટે નથી.

આના પર કોર્ટે જેકલીનના વકીલને કોર્ટના સ્ટેન્ડ વિશે તેમના ક્લાયન્ટ એટલે કે જેકલીનને જણાવવા કહ્યું હતું. EDએ જેકલીનની વિદેશ જવાની પરવાનગી માંગતી અરજીનો વિરોધ કરતા કહ્યું કે તે વિદેશી નાગરિક છે. તે તેના પાસપોર્ટ સાથે વિદેશ ગયા પછી ક્યાંકથી ફરાર થઈ શકે છે. શક્ય છે કે તે પછી તે ભારત પરત ન આવે. તે વિદેશમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકે છે. આના પર કોર્ટે જેલ્કીનના વકીલને સીધો સવાલ કર્યો કે શું તે પોતાની અરજી પાછી ખેંચી રહી છે.

વકીલે જેકલીન સાથે વાત કરી અને કોર્ટને કહ્યું કે તે પોતાની અરજી પાછી ખેંચી લેશે. ત્યારબાદ કોર્ટની પરવાનગી બાદ જેકલીન ફર્નાન્ડિસે વિદેશ જવાની પરવાનગી માંગતી અરજી પાછી ખેંચી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ઈડી 200 કરોડની છેતરપીંડીના કેસમાં જેકલીનને આરોપી બને છે કે કેમ તેના પર કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં જેકલીન અને સુકેશને લઈને ઈડીની સામે એવી એવી બાબતો સામે આવી છે કે તેનાથી દંગ રહી જવાય. જેકલીન પાસેના બે મોબાઈલની તપાસ કરવા માટે તેને જમા કરવાનું કહ્યું હતું, પરંતુ પહેલા તો જેકલીને તે ફોન આપવાનો ઈનકાર કર્યો અને જ્યારે પછીથી તે આપ્યા ત્યારે તેને પુરી રીતે ફોર્મેટ કરી દીધા હતા. એટલે કે બધો ડેટા ઉડાવી દેવાયો હતો.

(વીથ ઈનપુટઃ સંજય શર્મા, નવી દિલ્હી)

    follow whatsapp