નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના છઠ્ઠા દિવસે બુધવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વૃદ્ધો માટે રેલવે ભાડામાં રાહત પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું કે આજે પણ દરેક રેલ્વે યાત્રીને 55% છૂટ આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે આ છૂટ કઈ રીતે આપવામાં આવી રહી છે. લોકસભાના સંસદસભ્ય સુરેશ ધાનોરકરે પૂછ્યું કે શું સરકાર કોવિડ રોગચાળા પહેલા રેલ્વેમાં પરવાનગી ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને પત્રકારોને આપવામાં આવેલી છૂટ ફરીથી શરૂ કરશે? આ અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે પણ દરેક રેલ્વે યાત્રીને લગભગ 55 ટકા રાહત આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રેલવે પેસેન્જર દીઠ 1.16 ખર્ચ કરે છે અને વસુલે છે માત્ર 40-48 પૈસાઃ મંત્રી
તેમણે સમજાવ્યું કે જો એક પેસેન્જરને લઈ જવા માટે રેલવેનો ખર્ચ 1.16 રૂપિયા છે, તો રેલવે મુસાફરો પાસેથી માત્ર 40-48 પૈસા વસૂલે છે. ગયા વર્ષે માત્ર યાત્રી સેવા પર લગભગ 59 હજાર કરોડની સબસિડી આપવામાં આવી હતી. આ ઉપરાંત મુસાફરો માટે નવી પ્રકારની સુવિધાઓ અને નવા પ્રકારની ઘણી ટ્રેન આવી રહી છે. કન્સેશન પર આગળ નિર્ણય લેવામાં આવશે, પરંતુ હવે રેલવેની હાલત પણ જોવી જોઈએ.
રામલલાના દર્શન માટે ભક્તો ક્યાં સુધી રાહ જોશે?
લોકસભામાં એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો કે રામલલાના દર્શન માટે ભક્તો ક્યાં સુધી રાહ જોશે. આ માટે સરકારે અયોધ્યાને આખા દેશ સાથે જોડવાની કોઈ યોજના બનાવી છે. આ અંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ભારતની સંસ્કૃતિનો અનુભવ કરવા માટે ભારત ગૌરવ યાત્રા યોજના ચલાવી છે. આમાં પ્રથમ ટ્રેન રામાયણ એક્સપ્રેસ હતી. આ ટ્રેનમાં મુસાફરોનો અનુભવ ઘણો સારો છે. તેમના ફીડબેકના આધારે ઘણી નવી સર્કિટની કલ્પના કરવામાં આવી રહી છે. આ પર કામ પહેલેથી જ ચાલી રહ્યું છે.
દર વર્ષે 5000 કિમીથી વધુનું વિદ્યુતીકરણ
રેલ્વે મંત્રીએ ગૃહમાં એવી પણ માહિતી આપી હતી કે વર્ષોથી ધીમી ગતિએ ચાલતું રેલ્વેના વિદ્યુતીકરણનું કામ હવે દર વર્ષે 5000 કિલોમીટરથી વધુનું વિદ્યુતીકરણ થાય છે. તેવી જ રીતે નવા રેલ્વે ટ્રેક નાખવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. હવે દરરોજ 12 કિમીના નવા પાટા નાખવામાં આવી રહ્યા છે, જે યુપીએ સરકારમાં 4 કિમી પ્રતિ દિવસ થતું હતું. રેલવેમાં મોટું પરિવર્તન આવ્યું છે.
ADVERTISEMENT