સુરતઃ સુરતથી એક ગંભીર ઘટનાની માહિતી સામે આવી રહી છે. સુરતના માંગરોળના આસરમા ગામ નજીક એક અકસ્માત થયો છે જેમાં બે યુવાનો મોતને ભેટ્યા છે. પુલ પરથી બાઈક કુદાવી બંને નદીના પટમાં પટકાયા છે. જેમાં બે યુવકોના મોત નિપજ્યા છે. બનાવને પગલે પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
અમદાવાદઃ બે દીકરી જન્મી એકનું મૃત્યુ થયું તો કોઈ મરણ પ્રસંગે ન આવ્યું, પરિણીતા ભારે
કીમ નદીના પુલ પરથી નીચે પટકાયા
સુરતમાં અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે તેના વચ્ચે આજે મંગળવારે વધુ એક ઘટના બની હતી. જેમાં બે યુવાનોના મોત થયા છે. આ યુવાનો બર્થડે પાર્ટીમાં ગયા હતા. યુવાનો બોરસરા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને યુવાનો કીમ નદીના પુલ પરથી પસાર થતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવાનો બાઈક સાથે પુલની નીચે પટકાયા હતા. જોકે એ કયા સંજોગો હતા કે તેઓ નીચે પટકાયા હશે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ બંને યુવાનો નદીના પટમાં પટકાતા તેમના મોત નિપજ્યા છે અને તેમની લાશને પોસ્ટ મોર્ટ માટે ખસેડી પોલીસ વધુ કાર્યવાહી હાધ ધરી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT