પુણેઃ મહારાષ્ટ્રના પુણેથી એક મોટી દૂર્ઘટનાની જાણકારી સામે આવી રહી છે. અહીં પુણેના જુના માર્ગ પર એક યાત્રિકોની બસ પડી ગઈ છે. આ દુર્ઘટના ખોપોલી પોલીસ સ્ટેશનના શિંગરોબા મંદિરના પાછળના ઘાટ પર થઈ છે. રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસના ખીણમાં પડી જવાને કારણે 12 વ્યક્તિના મોત થઈ ગયા છે. ત્યાં જ 27 લોકો ઘાયલ થઈ ગયા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ હોવાની વિગતો મળી છે.
ADVERTISEMENT
500 ફૂટ ઊંડી ખીણમાં પડી બસ
મળતી માહિતી મુજબ, આ ઘટના પૂણેના લોનાવાલા પાસેના ખંડાલા ઘાટ વિસ્તારમાં શિંદરોપા મંદિર પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અહીંથી પસાર થતી એક બસ બાજુનો અવરોધ તોડીને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસ મુંબઈથી પુણે જઈ રહી હતી. બસમાં ઘણા લોકો હતા, જેમને બચાવવામાં આવી રહ્યા છે. બસમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અકસ્માત શનિવારે સવારે 4.30 કલાકે થયો હતો. આ અકસ્માતમાં 13 લોકોના મોત, 25થી 27 લોકો ઘાયલ થયા છે.
હાઈકોર્ટે મેહુલ ચોક્સીના પક્ષમાં સંભળાવ્યો ફેંસલોઃ ભાગેડુ જીતી ગયો કોર્ટની લડાઈ
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ક્રેન અને એમ્બ્યુલન્સ બોલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી. આજુબાજુના લોકોએ તેને જોયો તો તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘટના બાદ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાસ્થળે ક્રેન બોલાવવામાં આવી છે, આ સાથે જ ઘાયલોને લેવા માટે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે. રાયગઢના એસપીએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે ખોપોલી વિસ્તારમાં બસ ખાડીમાં પડી જતાં 13 લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT