અતિક અહેમદના પુત્રના એન્કાઉન્ટરમાં સાથે માર્યા ગયેલા ગુલામની માતા સાથે Exclusive વાતઃ શું કહ્યું?

ઉત્તરપ્રદેશઃ ‘દિકરાએ ખોટું કામ કર્યું છે તો ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું છે. યોગી સરકારે જે કર્યું તે યોગ્ય થયું છે.’ માતાએ અશ્રુભીની આંખે…

'દિકરાએ ખોટું કામ કર્યું છે તો ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું છે. યોગી સરકારે જે કર્યું તે યોગ્ય થયું છે.' માતાએ અશ્રુભીની આંખે આ શબ્દો કહ્યા છે...

'દિકરાએ ખોટું કામ કર્યું છે તો ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું છે. યોગી સરકારે જે કર્યું તે યોગ્ય થયું છે.' માતાએ અશ્રુભીની આંખે આ શબ્દો કહ્યા છે...

follow google news

ઉત્તરપ્રદેશઃ ‘દિકરાએ ખોટું કામ કર્યું છે તો ખોટા કામનું ખોટું જ પરિણામ આવવાનું છે. યોગી સરકારે જે કર્યું તે યોગ્ય થયું છે.’ માતાએ અશ્રુભીની આંખે આ શબ્દો કહ્યા છે. આ માતા એ છે જે અતિક અહેમદના પુત્ર અસદ સાથે માર્યો ગયેલો ગુલામની માતા છે. ઝાંસીમાં થયેલા એસટીએફના એન્કાઉન્ટરમાં ખાસ વાતચિત થઈ હતી જે અહીં દર્શાવાઈ છે. સાથે જ અસદ અહેમદની કબર ખોદનાર વ્યક્તિએ પણ પોતાના મનની વાત અમારી સમક્ષ મુકી છે તે પણ આપને વીડિયોના માધ્યમથી અહીં દર્શાવાઈ છે.

અમે જે નિર્દોષ છીએ એ પણ ભોગવી રહ્યા છીએઃ ગુલામનો ભાઈ
ગુલામનો પરિવાર દુખી છે, આંખોમાં આંસુ છે પણ છતા ગુલામના કામથી ઘણા નારાજ છે, ગુલામના ભાઈએ કહ્યું કે, સરકારે જે પણ કામ કર્યું છે તે સારું કર્યું છે. અમે પણ પોલિટિક્સમાં રહ્યા છીએ, અમે સમાજ સેવી રહ્યા છીએ. ગુલામે તો ઉંધુ જ કરી નાખ્યું, પરિવારને જ કલંકીત કરી નાખ્યું છે. અમારું પુરું પરિવાર વિખેરાઈ ગયું છે. ઘરથી બેઘર થઈ ગયા છીએ. માં, અમે જે નિર્દોષ છીએ તે પણ સજા ભોગવી રહ્યા છીએ.

ભાજપના નેતા જન્મદિવસની પાર્ટીની આડમાં કરી રહ્યા દારૂની મહેફિલ, પોલીસે રંગમાં ભંગ પાડ્યો

લાશ પણ લેવા નહીં જઈએઃ માતા
ગુલામની માતા કહે છે કે, તકલીફ તો થઈ, સંતાન તો હતું પણ ખોટું કામ કર્યું છે તો ખોટું પરિણામ તો આવવાનું જ છે. ખોટા કામ કર્યા છે તો એન્કાઉન્ટર કર્યું તો ઠીક જ કર્યું છે. અમે ઘરથી બેઘર થઈ ગયા છીએ. ઘર નથી ક્યાં જઈએ કોને યાદ કરીશું. કોને સમજાવીશું. અમે તો એટલું જ કહીશું જે થયું તે સારું થયું છે. અમે તેની લાશ પણ લેવા જવાના નથી. તેને જોવાની હવે તાકાત રહી નથી.

અતિકના પિતાની જેણે કબર ખોદી હતી તેમણે જ અસદની કબર ખોદી
આ ઉપરાંત અતિક અહેમદના ત્રીજા પુત્ર અસદની કબર ખોદવામાં આવી રહી છે તે કબર ખોદનાર વ્યક્તિએ કહ્યું કે, અમે અતિક અહેમદના પિતાની ખબર પણ ખોદી હતી. તેમની માતાની કબર અમારા પિતાએ ખોદી હતી અને અમે હવે અતિક અહેમદના પિતાની કબર પણ ખોદી રહ્યા છીએ. આ અંગે સમગ્ર વાતચિત કરતા તેમણે શું કહ્યું છે આવો જાણીએ…

 

    follow whatsapp