અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ GUJARAT TAK ના લોન્ચિંગ ઇવેન્ટ ‘બેઠક’ માં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ઉપરાંત અનેક દિગ્ગજોએ બેઠકમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં પોતાના સરળ સ્વભાવ અનુસાર મનખોલીને વાત કરી હતી. મુખ્યમંત્રીએ GUJARAT TAK ની નવી શરૂઆતને શુભકામનાઓ પણ પાઠવી હતી. તેઓએ જવાબદારી પણ સોંપી હતી કે, જ્યાં પણ અમારી સરકારની ભુલ થતી હોય ત્યાં તમે ચોક્કસ અમારૂ ધ્યાન દોરજો. એક જવાબદાર મીડિયા ગૃહ તરીકે તમારી આ જવાબદારી છે. તમે નિડર બનીને સરકાર કે તંત્રની ધ્યાન બહાર રહી જતા કેટલીક બાબતોમાં ધ્યાન દોરીને અમારી મદદ કરો છો. આ ફરજને સારી-સાચી અને નિષ્પક્ષ રીતે તમે નિભાવો તેવી શુભકામનાઓ.
ADVERTISEMENT
ગુજરાતી મીડિયા ક્ષેત્રે હવે ઇન્ડિયા ટુડે ગ્રુપ પદાર્પણ કરવા જઇ રહ્યું છે. GUJARATTAK ના માધ્યમથી ગુજરાત, ગુજરાતીઓની સમસ્યાને વાચા આપશે. હિન્દી અને અંગ્રેજી માધ્યમથી દશકો સુધી ગુજરાતીઓની પહેલી પસંદ રહી. દેશના વિકાસ માટે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે સાચા અર્થમાં લોકોનો અવાજ બનીને દશકો સુધી લોકો હૃદય હોય કે TRP ચાર્ટ હંમેશા ઇન્ડિયા ટુડે ગ્રુપ અવ્વલ રહ્યું છે. નાગરિકોના હિત માટે સરકાર હોય કે વિપક્ષ, તંત્ર હોય કે તવંગર ઇન્ડિયા ટુડે ગ્રુપે હંમેશા આવા લોકોના કાન આમળ્યાં છે.
ગુજરાતી મીડિયામાં વિશ્વસનીય સમાચારોના એક માધ્યમ તરીકે GUJARAT TAK ડિજિટલ માધ્યમથી આવી રહ્યું છે. આપ અમને GUJARATTAK.IN ઉપરાંત, YOUTUBE, INSTAGRAM, FACEBOOK, TWITTER સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ નિહાળી શકશો. ગુજરાતીઓના જીવનને સ્પર્શતો કોઇ પણ મુદ્દો કે જ્યાં તંત્ર કે સરકાર બહેરા થઇ ચુક્યા હોય તેવા મુદ્દે અમારૂ ધ્યાન દોરો અમે ન માત્ર સરકારનાં કાન આમળીશું પરંતુ સમસ્યાનો ઉકેલ આવે તેવો પ્રયાસ કરીશું તથા ગુજરાતનો અવાજ બનીશું.
અમારી પ્રાથમિકતા દેશ, દેશહિત, નાગરિક અને નાગરિકોનું હિત રહ્યું છે. ગુજરાતમાં ડિજિટલ માધ્યમથી જ્યારે પદાર્પણ કરવા જઇ રહ્યા છીએ ત્યારે અમારો લક્ષ્યાંક નાગરિકોની સુખ, સુવિધા અને સુખાકારીમાં વધારો કરવાનું છે. ગુજરાતનાં કોઇ પણ સમાચારને કોઇ પણ પ્રકારનાં ચશ્મા પહેર્યા વગર દર્શાવવા અને નિષ્પક્ષ પત્રકારત્વ અમારૂ લક્ષ્યાંક રહ્યું છે. દેશ દુનિયાના ગુજરાતને અસર કરતા સમાચાર હોય કે, ગુજરાતના સ્થાનિક સમાચારો હોય, ગુજરાતનું રાજકારણ હોય કે ગુજરાતની કોઇ સિદ્ધિ દરેક સમાચાર સૌથી પહેલા, સૌથી સચોટ, નિષ્પક્ષ અને નિર્બાધ રીતે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ.
ઇન્ડિયા ટુડે ગ્રુપની નિષ્પક્ષતા બાબતે દરેક નાગરિક આશ્વસ્ત છે. સંસદમાં કોઇ વિજાણુ માધ્યમ અંગે હોબાળો થયો હોય અને પક્ષ તથા વિપક્ષ તમામ સાંસદોએ એક થઇને લડત આપી હોય તેવો દેશનાં ઇતિહાસમાં પહેલો અને એક માત્ર કિસ્સો પણ ઇન્ડિયા ટુડે ગ્રુપની ઉપલબ્ધી કહી શકાય. દુરદર્શનમાંથી હટાવાયા બાદ ન માત્ર સાંસદો પરંતુ હજારો નાગરિકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. એક શોથી શરૂ થયેલો નાગરિકોનો આ વિશ્વાસ અત્યારે 18 તક ચેનલ, 11 વેબસાઇટ્સ, 7 રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ્સ, 9 વિશ્વસ્તરીય મેગેઝીન, 4 રાષ્ટ્રીય સ્તરની સમાચાર ચેનલો સહિત અનેક માધ્યમોમાં વિસ્તર્યો છે.
ADVERTISEMENT