Gujarat News 20 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 03:34 PM • 20 Apr 2024સાબરકાંઠાના રાજકારણને લઈ મોટા સમાચાર
સાબરકાંઠાના રાજકારણને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પાછી ખેંચી છે. વ્યક્તિગત કારણોસર ઉમેદવારી પાછી ખેંચાયાનું તેમનું નિવેદન સામે આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં અપક્ષ ઉમેદવારને હતી પ્રચંડ જન સમર્થન મળી રહ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર તરીકે 800 થી વધુ વાહનો સાથે ઉમેદવારી નોંધાવી હતી. આજે ફોર્મ ચકાસણી થયા બાદ ઉમેદવારી પરત ખેંચી હતી.
- 03:15 PM • 20 Apr 2024સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ થશે રદ્દ?
સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની શક્યતા છે, ભાજપના નેતા દિનેશ જોધાણીની ફરિયાદ બાદ કોંગ્રેસના ઉમેદવારના સમર્થકોએ સમર્થન પાછું ખેંચી લેતા કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના ઉમેદવારો સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
- 02:28 PM • 20 Apr 2024ગુજરાત લોકસભાની 24 બેઠકો માટે આટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા
લોકસભાની 24 બેઠકો માટે 404થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. અત્યાર સુધી 658 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે. માત્ર 30 મહિલાઓએ ઉમેદવારી પત્ર ભર્યા છે. જેમાં ગાંધીનગરમાં 53 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો અમદાવાદની બે બેઠકો માટે 63 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં પૂર્વ બેઠક માટે સૌથી વધુ 44 અને પશ્ચિમ માટે 19 ફોર્મ ભરાયા છે. અમદાવાદની 2 બેઠક માટે 13 અપક્ષ ઉમેદવારો તથા એક માત્ર મહિલાએ ફોર્મ ભર્યું છે.
- 11:08 AM • 20 Apr 2024મહેસાણાના વધુ એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંદ લેવાયા
મહેસાણાના વધુ એક ગામમાં સરકાર સામે રોષ અને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંધ લેવામાં આવ્યા હતા. વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ બાદ ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સોગંધ લેવાયા હતા. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે સોગંધ લેવડાવ્યા હતા. તમામ સાગા સબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા સોગંધ લેવાયા હતા.
- 11:08 AM • 20 Apr 2024નાણાંમંત્રી આજે ગુજરાત પ્રવાસે
આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ગુજરાતના અમદાવાદ પ્રવાસે છે. તેઓ દક્ષિણ ભારતીય સમુદાય સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે. અમદાવાદ અને વડોદરામાં આર્થિક નીતિ વિષયક કાર્યક્રમમાં હાજરી આપશે. GCCI આયોજિત કાર્યક્રમમાં વિકસિત ભારત 2047 વિષય અંતર્ગત વિચાર રજૂ કરશે. વડોદરા ખાતે "ફોરકાસ્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમિ-2047" હેઠળ ચર્ચા કરશે.
- 11:07 AM • 20 Apr 2024કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર સામે આચારસંહિતા ભંગની ફરીયાદ
અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર સામે આચારસંહિતા ભંગની ફરીયાદ નોંધાય છે, 16 માર્ચે સભા દરમ્યાન જેનીબેન ઠુમ્મરે ભારત માતાના સ્ટેચ્યુમાં 2 દીકરીઓ ઊભી રાખેલ હતી. ભારત માતાનો વેશભૂષા ધારણ કરી 2 દીકરીઓને ઉભા રાખવા સંદર્ભે આચારસંહિતા ભંગની ફરિયાદ થયા હોવાનો ખુલાસો. અમરેલી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જેનીબેન ઠુમ્મરને 1 દિવસમાં ખુલાસો કરવાની નોટિસ પાઠવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT