રાજકોટઃ રાજકોટમાં આવતીકાલનો શનિવારે ક્રિકેટના રસીયાઓ માટે ભારે ઉત્સાહ લઈને આવ્યો છે. કારણ કે હવે અહીં ભારત અને શ્રીલંકા અને ભારતીય ટીમ વચ્ચે હવે ત્રણ મેટમાં એક એકની બરાબરી થઈ ગઈ છે. અને ત્રીજી નિર્ણાયક મેચ 7મી જાન્યુઆરીએ રાજકોટમાં રમાવાની છે. ભારતીય ટીમની એક મેચમાં જીત તો ગત રોજની પુણેની મેચમાં હાર થઈ હતી. હવે આ મેચ માટે ભારતીય ટીમનું રાજકોટ એરપોર્ટ પર આગમન થયું હતું તે દરમિયાનના અહીં વીડિયો દર્શાવાયા છે.
ADVERTISEMENT
શું થયું હતું પુણેમાં?
ઉલ્લેખનીય છે કે પુણેની મેચમાં જ્યાં ભારત હાર્યું ત્યારે ભારતને 25 બોલમાં 59 રન બનાવવાના હતા ત્યારે બધું જ પ્રેશર અક્ષર પટેલ અને શિવમ પર હતું. પોતાની બીજી મેચ રમી રહેલા શિવમ માવીએ બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 26 રન ફટકારીને મેચને વધુ રોમાંચક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતને છેલ્લી ઓવરમાં 21 રન બનાવવાના હતા પરંતુ કેપ્ટન દાસુન શનાકાએ બીજા બોલ પર અક્ષરને આઉટ કરીને અપેક્ષાઓ તોડી નાખી. ત્યાર બાદ શનાકાએ છેલ્લા બોલ પર માવીને આઉટ કરીને મેચનો અંત આણ્યો હતો.
ADVERTISEMENT