ગુજરાતમાં મોટી કાર્યવાહીઃ 200 કરોડનું GST ટ્રાન્ઝેક્શન કૌભાંડ, 21 નકલી કંપનીઓ બનાવનારા 12 માસ્ટર માઈન્ડ ઝડપાયા

સુરતઃ સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના છ શહેરોમાં વિવિધ સ્થાનો પર રેડ કરવામાં આવી છે. આ રેડની કાર્યવાહીમાં 200 કરોડ…

gujarattak
follow google news

સુરતઃ સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના છ શહેરોમાં વિવિધ સ્થાનો પર રેડ કરવામાં આવી છે. આ રેડની કાર્યવાહીમાં 200 કરોડ રૂપિયાના જીએસટી ટ્રાન્ઝેક્શન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ, ઈકો સેલ, સાયબર સેલ અને એસઓજીની વિવિધ ટીમ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે.

કૌભાંડનો આંકડો 200 કરોડ રૂપિયા કરતાં વધુ
ગુજરાત રાજ્યના છ શહેરોમાં મોરબી, જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, સુરત, રાજકોટમાં સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ, ઈકો સેલ, સાયબર સેલ અને એસઓજીની વિવિધ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ શહેરોમાં રેડની કાર્યવાહી દરમિયાન પોલીસના હાથમાં કેટલીક ચોંકાવનારી વિગતો આવી છે. પોલીસ તપાસમાં આ ઘટનામાં 21 નકલી કંપનીઓ ઊભી કરવામાં આવી હતી, ખોટા બીલ બનાવવામાં આવ્યા હતા. આમ સમગ્ર કૌભાંડ રૂપિયા 200 કરોડને પાર થવા જઈ રહ્યું હોવાનું પોલીસની સામે આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે.


ખોટા વીજબીલ ઊભા કર્યા અને મેળવ્યા જીએસટી નંબર
ડીસીબી પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, (૧) એબી એન્ટરપ્રાઇઝ (૨) બારીયા એન્ટરપ્રાઇઝ (૩) ગણેશ એન્ટરપ્રાઇઝ (૪) જયઅંબે એન્ટરપ્રાઇઝ (૫) એમ.ડી.ટ્રેડીંગ (૬) મકવાણા એન્ટરપ્રાઇઝ (૭) એમ.ડી.એન્ટરપ્રાઇઝ (૮) એસ.જી. એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢીઓ ડમી વ્યકિતઓના નામે ખોલાવનાર ઇસમો તથા તપાસમાં નીકળે તથા કાવતરામાં સામેલ તમામ વ્યક્તીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આર્થિક ગુના શાખા નિવારણની કચેરીએથી મદદનીશ પોલીસ કમિશનર, ઈકો સેલ દ્વારા અંગત અને ભરોસાપાત્ર બાતમીદાર તરફથી કેટલી માહિતી મળી હતી. માહિતી હતી કે કેટલીક વ્યક્તિઓ બનાવટી દસ્તાવેજોથી ઉપરોક્ત પેઢીઓ અને ક્પનીઓના નામે જીએસટી લાયસન્સ મેળવીને બેન્કમાં એકાઉન્ટ ખોલાવતી હતી. તે લોકો ગેરકાયદે ધંધો કરીને કાયદા મુજબ ટેક્સ ક્રેડિટ મેળવવાના ખોટા બીલ, ડમી બેન્ક એકતાઉન્ટ થકી મોટા નાણાકીય ટ્રાન્ઝેક્શન કરીને આર્થિક ઉચાપત કરી રહ્યા છે. પોલીસે બાતમીને આધારે તપાસ કરતાં તે તમામ કંપનીઓનું જીએસટી લાયસન્સ મેળવવા રજુ કરેલા પુરાવામાં ટોરેન્ટ પાવર લી. કંપની તથા ડીજીવીસીએલના લાઈટ બીલ હોવાને કારણે ત્યાં તપાસ કરતાં આ પ્રકારના કસ્ટમર આઈડી કંપની દ્વારા ઈશ્યૂ કરાયા જ નથી તેવું માલુમ પડ્યું હતું. પોલીસે આ મામલામાં રજીસ્ટર્ડ આઈડી આધાર કાર્ડ વગેરે વ્યક્તિઓને શોધીને મળતા ખબર પડી કે તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરાયો છે. આમ સમગ્ર કૌભાંડ પોલીસ સામે છત્તું થઈ ગયું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તમામ શખ્સો દ્વારા આયોજનબદ્ધ રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. પોલીસે આર્થિક ઉચાપત ઉપરાંત વિશ્વાસ ઘાતની કલમો અંતર્ગત કાર્યવાહી હાથ ધરીને 12 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે.
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ)

    follow whatsapp