ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ હવે સિઝનલ તાવ જેવા થઇ ચુક્યાં છે. સતત વધી તો રહ્યા છે પરંતુ નાગરિકો હવે આ બાબતે પ્રમાણમાં ઓછા ગંભીર હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 889 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 826 દર્દી કોરોના મુક્ત પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,33,370 દર્દીઓ કોરોના મુક્ત થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.67 ટકાએ પહોંચ્યો છે. તો શક્ય તેટલો કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સરકાર રસીકરણ પણ યુદ્ધના ધોરણે ચલાવી રહી છે. પ્રથમ અને બીજા ડોઝ બાદ હવે પ્રિકોર્શન ડોઝ પર સરકારનો ભાર વધી રહ્યો છે. આજે રસીના કુલ 2,96,278 ડોઝ આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જો કે બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 2090 ને પ્રથમ અને 6647 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના તરૂણો પૈકી 212 ને રસીનો પ્રથમ અને 1631 ને રસીનો બીજો ડોઝ અપાઇ અપાયો હતો. 31279 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના કિશોરો પૈકી 3350 ને રસીનો પ્રથમ અને 18-59 વર્ષના 247393 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,96,278 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,43,02,028 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 5675 એક્ટિવ કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે. જ્યારે 5664 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1233379 નાગરિકો કોરોના મુક્ત થઇ ચુક્યાં છે. 10964 નાગરિકોનાં કોરોનાથી મોત થઇ ચુક્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં પણ આજે 1 નાગરિકનું કોરોનાને કારણે મોત થયું હતું.
ADVERTISEMENT